Home News અમદાવાદ, રાજકોટ અને સુરત સવારે 6 વાગ્યાથી કર્ફ્યુ મુક્ત, લોકડાઉનનો અમલ યથાવત

અમદાવાદ, રાજકોટ અને સુરત સવારે 6 વાગ્યાથી કર્ફ્યુ મુક્ત, લોકડાઉનનો અમલ યથાવત

ફેસ ઓફ નેશન, 23-04-2020 : સરકાર દ્વારા નિર્ણય લઈને પોલીસ દ્વારા લગાવવામાં આવેલો કર્ફ્યુ સવારે 6 વાગ્યાથી ઉઠી જશે. 24/04/2020ના રોજથી કર્ફ્યુની મુદત પુરી થતી હોઈ સવારે 6 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ અને સુરતમાંથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા 30/04/2020ના રોજ નિવૃત થાય છે. પરંતુ સરકારે તેમને ત્રણ મહિનાની મુદત વધારીને ઍક્સટેંશન આપ્યું છે.
કોરોનાને કંટ્રોલ કરવા માટે શિવાનંદ ઝાએ કર્ફ્યૂની જાહેરાત કરી હતી. જેનો સમયગાળો 24/04/2020ને સવારે છ વાગે પૂર્ણ થયો છે. જેથી સવારે 6 વાગ્યાથી તમામ કર્ફ્યુ ગ્રસ્ત વિસ્તારો મુક્ત થશે. પરંતુ તેનો અર્થ એ નથી કે લોકો ખુલ્લેઆમ ફરી શકશે. લોકડાઉનના અમલને પગલે કોઈ ઘર બહાર નીકળી શકશે નહીં. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )

દેશમાં કોરોનાના દર્દીઓમાં સૌથી વધુ 21 થી 40 વર્ષના, 67 ટકા પુરુષો

સત્તા સીતા સાથે સંવાદ કરતી રહી અને અન્ય રાજ્યોની કામગીરી વખાણવા લાયક બની ગઈ