Home Politics કોરોનાએ નવી શીખ આપી : આત્મનિર્ભર બનો : નરેન્દ્ર મોદી

કોરોનાએ નવી શીખ આપી : આત્મનિર્ભર બનો : નરેન્દ્ર મોદી

ફેસ ઓફ નેશન, 24-04-2020 : પંચાયતી રાજના દિવસે આજે નરેન્દ્ર મોદીએ સરપંચોને સંબોધ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે, કોરોનાએ સૌથી મોટો સંદેશ આપ્યો છે. જેણે આપણને એક નવી શીખ આપી છે. કોરોનાના સંકટના અનુભવમાં આપણે શીખ્યા છીએ કે, આપણે આત્મનિર્ભર બનવું પડશે. આત્મનિર્ભરતાને કારણે લોકતંત્ર પણ મજબૂત થશે. જીવનની સાચી પરીક્ષા સંકટ સમયે જ થાય છે. કોરોનાએ દેખાડી દીધું છે કે, ગામડાઓમાં રહેતા લોકો કે જેઓએ યુનિવર્સીટીમાં શિક્ષા ન લીધી હોય પરંતુ તેઓએ તમની પરંપરા અને સંસ્કારોના અદભુત દર્શન કરાવ્યા છે. ગામડાઓ એ ખુબ જ અદભુત કાર્ય કર્યું છે. દેશને બચાવવાનું અને આગળ વધારવાનું કામ સતત ચાલુ છે.
વડાપ્રધાન મોદીએ સૌથી પહેલા જમ્મુ કાશ્મીર બારામુલ્લાના ઈક્બાલજી સાથે વાત કરી હતી. ઇકબાલજીએ જણાવ્યું હતું કે, લોકડાઉનનું પાલન થઇ રહ્યું છે. જયારે એક દિવસના લોકડાઉનની જાહેરાત થઇ હતી ત્યારથી જ અમે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. કોરોના વાઇરસને લઈને અમે ઘરે ઘરે સર્ચ કર્યું છે. કોઈ એવું ઘર નથી કે જ્યાં અમારા મેડિકલ વર્કર્સ નથી ગયા. તમામ લોકોને જણાવ્યું છે કે, કોરોના વાઇરસથી કેવી રીતે બચી શકાય છે. જ્યારે મોદીએ તેમને જણાવ્યું હતું કે, રમઝાન મહિનામાં તહેવાર લોકો ઉજવી શકે તેવી વ્યવસ્થા કરી છે. જે પ્રસંશાને પાત્ર છે.
કોરોના વાઇરસની એક વિશેષતા છે કે, તે કોઈના સાથે સામે ચાલીને જતો નથી પણ જો તમે એને લેવા જશો તો એ કોઈને છોડતો નથી તેમ વડાપ્રધાને ઉત્તર પ્રદેશના વર્ષાસિંહ સાથે વાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી છે. મોદી પંચાયતી રાજ દિવસ (24 એપ્રિલ) પર દેશના તમામ સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી હતી. મોદી પહેલા પંચાયતી રાજ દિવસના પ્રસંગે ઝાંસીમાં સરપંચોની સભાને સંબોધિત કરવાના હતા. જોકે હવે આ ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે દેશ કોરોના મહામારી અને લોકડાઉનનો સામનો કરી રહ્યો છે. ગુરુવારે મોદીએ પંચાયતી રાજ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને લખેલા પત્રમાં પંચ-સરપંચોને વીર યોદ્ધા ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે આપણે ધૌર્ય, અનુશાસન, સહયોગ અને સાવધાનીથી કોરોનાની મહામારીને હરાવીશું. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )

જવાબદાર કોણ ? : દેશમાં ગુજરાત કોરોનાના દર્દીઓની રિકવરીમાં સૌથી પાછળ અને મૃત્યુઆંકમાં આગળ

જાણો : કેસો ઘટ્યા હોવાનો દેખાવડો અને લોકડાઉન ખોલવાની ઉતાવળ, સરકારે બદલી સ્ટ્રેટેજી ?