Home News સાવધાન : લોકડાઉન ખુલશે તો કોરોનાના કેસોમાં જોરદાર વધારો થશે

સાવધાન : લોકડાઉન ખુલશે તો કોરોનાના કેસોમાં જોરદાર વધારો થશે

ફેસ ઓફ નેશન, 24-04-2020 : ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું કેન્દ્ર બની ગયું છે. હાલ લોકડાઉન હોવા છતાં અમદાવાદ સહીત રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તો પછી લોકડાઉન ખુલશે તે પછી શું સ્થિતિ સર્જાશે તે અંગે કાંઈ પણ કહેવું મુશ્કેલ છે. જો કે એક વાત ચોક્કસ છે કે, લોકડાઉન ખુલશે તો કોરોનાના કેસોમાં વધારો થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ શહેરમાં કોરોના અંગેની અપડેટ આપતા જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે. 17થી 20 એપ્રિલમાં કેસ ડબલ થયા, હાલ ચાર દિવસમાં કેસ ડબલ થાય છે. જો આ રેટ રહે તો 15 મે સુધીમાં 50 હજાર થાય અને 31 મે સુધીમાં 8 લાખ કેસ થઈ શકે. લોકડાઉન પુરૂ થાય ત્યાં સુધીમાં કેસ ડબલિંગ રેટ 7થી 8 દિવસ સુધી લઈ જવાનો છે. જો આ લક્ષ્યાંક હાંસલ થાય તો 15 મે સુધીમાં 10 હજાર જ કેસ થશે અને જો 10 દિવસનો ડબલિંગ રેટ એચીવ કરીએ તો 15 મે સુધીમાં 8 હજાર જ રહેશે.
વિજય નેહરાનું આ નિવેદન જ સ્પષ્ટ ઈશારો કરે છે કે, જો ત્રીજી મેના રોજ લોકડાઉન ખુલ્લું કરવામાં આવશે તો કોરોનાના કેસોમાં જોરદાર વધારો થશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. લોકોમાં જાગૃતતા જરૂરી છે. હાલ સરકાર શક્ય એટલા તમામ પ્રયાસો કરી રહી છે. જો કેસોમાં વધારો થશે તો અમદાવાદની સ્થિતિ અત્યંત ખરાબ થઇ જશે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )

જવાબદાર કોણ ? : દેશમાં ગુજરાત કોરોનાના દર્દીઓની રિકવરીમાં સૌથી પાછળ અને મૃત્યુઆંકમાં આગળ

જાણો : કેસો ઘટ્યા હોવાનો દેખાવડો અને લોકડાઉન ખોલવાની ઉતાવળ, સરકારે બદલી સ્ટ્રેટેજી ?