ફેસ ઓફ નેશન, 24-04-2020 : અમદાવાદના ઘાટલોડિયામાં આવેલા અપેક્ષા એપાર્ટમેન્ટમાં રહેતા એક 45 વર્ષીય વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિ નિર્ણયનગર સેક્ટર-1માં રત્ન જ્યોત સોસાયટીની સામે અનાજ દળવાની ઘંટીની દુકાન ધરાવે છે.
ઘાટલોડિયામાં લક્ષમણ ગઢ ટેકરાની પાછળ, ભૂમિ નગર સોસાયટીની સામેના ખાંચામાં આવેલા અપેક્ષા એપાર્ટમેન્ટમાં રહેતા અને ફ્લોર ફેક્ટરી ધરાવતા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સમરસ હોસ્ટેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ વ્યક્તિના પરિવારજનોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. કોરોના ગ્રસ્ત વ્યક્તિનો દીકરો પિતા સાથે દુકાનમાં મદદ કરે છે.
જો કે આ અંગે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓએ ફેસ ઓફ નેશનને જણાવ્યું હતું કે, હું ઘરેથી દુકાન જ જતો હતો. આ દરમ્યાન હું ક્યાંય બહાર ગયો નથી તેમ છતાં ચેપ કેવી રીતે લાગ્યો તે અંગે મને પણ ખ્યાલ નથી. ત્રણ દિવસ પહેલા મેં કોર્પોરેશનની ગાડી આવી હતી, જેમના કહેવાથી મેં ટેસ્ટ કરાવ્યો હતો. મને કોઈ લક્ષણો છે નહીં ત્યારે ખબર નથી પડતી કેવી રીતે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું નિર્ણયનગરમાં અનાજ દળવાની ઘંટી ચલાવું છું. મારી ઘંટી ચાલુ જ હતી. સ્થાનિક લોકો મારે ત્યાં લોટ દળાવવા આવતા જ હતા. હાલ મારા પરિવારને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે.
જો કે આ દુકાનમાંથી જેટલા લોકો લોટ દળાવતા હતા તેવા સ્થાનિકોને આ રોગનો ચેપ લાગ્યો છે કે કેમ તે અંગે પણ તપાસ કરવી જરૂરી બની જાય છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )
જાણો : કેસો ઘટ્યા હોવાનો દેખાવડો અને લોકડાઉન ખોલવાની ઉતાવળ, સરકારે બદલી સ્ટ્રેટેજી ?
“વડીલોની પડખે અમદાવાદ” અભિયાન શરૂ કરતા નેહરાએ કહ્યું કે, 15 મે સુધી અમદાવાદમાં 50 હજાર કેસ હશે