ફેસ ઓફ નેશન, 25-04-2020 : પાટણ-બનાસકાંઠાની ધારેવાડા ચેકપોસ્ટ ઉપર પોલીસે એક ટ્રક ઝડપી પાડી છે. આ ટ્રકમાં ભેંસો અને 15 માણસો ભરેલા હતા. લોકડાઉનના સમયે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવા જવા માટે જાતજાતના નુસ્ખાઓ અજમાવે છે.
પોલીસને મળેલી બાતમી અનુસાર, ધારેવાડા ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી એક ટ્રક અટકાવવામાં આવી હતી. આ ટ્રકમાં તપાસ કરતા 6 ભેંસો સાથે 15 માણસો મળી આવ્યા હતા. પોલીસે આ તમામ 15 માણસો સહીત ટ્રક ડ્રાઇવરની પૂછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આ લોકો ક્યાંથી આવ્યા છે અને ક્યાં જઈ રહ્યા હતા તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે ટ્રકોમાંથી ભેંસો પકડાતા આ કોઈ કસાઈની ટ્રક હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે. પશુઓની હેરફેરની આડમાં માણસો ભરીને લઈ જતી ટ્રકને પણ પોલીસે જપ્ત કરી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )
ગંભીરતા જરૂરી : લોકડાઉનમાં છુટ આપવાની ઉતાવળ આફતને નોતરું દેનારી બનશે
જાણો : કેસો ઘટ્યા હોવાનો દેખાવડો અને લોકડાઉન ખોલવાની ઉતાવળ, સરકારે બદલી સ્ટ્રેટેજી ?