Home News કોરોના સામેની લડાઈ હજુ લાંબી ચાલશે : આરોગ્ય અગ્ર સચિવ

કોરોના સામેની લડાઈ હજુ લાંબી ચાલશે : આરોગ્ય અગ્ર સચિવ

ફેસ ઓફ નેશન, 25-04-2020 : આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈ હજુ બે ત્રણ મહિના જેટલી લાંબી ચાલશે. લોકોએ ગભરાવવાની જરૂર નથી. લોકડાઉનના કારણે આપણે કોરોનાને ફેલાતો અટકાવવામાં ઘણો સારો કન્ટ્રોલ કર્યો છે. આ રોગ વિશ્વમાં ફેલાઈ ગયો છે અને ફેલાતો રહેશે. આ ગંભીર બીમારી સમયે ડાયાબિટીસ, કિડનીની સમસ્યા કે અન્ય કોઈ બીમારીથી પીડાતા લોકોએ સાવધ રહેવાની જરૂરિયાત છે. આ બીમારી સામે લડવામાં વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઝઝૂમી રહી હોય છે તેવામાં કોરોનાનું સંક્ર્મણ થાય ત્યારે તેની સામે તેની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. જેથી અગાઉથી જે ગંભીર બીમારી ધરાવે છે તેવા લોકોએ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.
કોરોના આવશે અને સંક્ર્મણ ફેલાશે તે નક્કી જ છે પરંતુ સાવધાની પણ એટલી જ જરૂરી છે. પીસીઆર ટેસ્ટ કરવાની લેબની કેપિસિટી 3 હજાર છે. જેમાં ઘટાડો કરવા માંગતા નથી. ગઈકાલે 24 કલાકમાં 3028 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં જે ટેસ્ટ કરવામાં આવે છે તેની સંખ્યા ઓછી છે તે વાત સાચી નથી. જ્યાં સુધી મેડિસિન કે રસી નહીં શોધાય ત્યાં સુધી આપણે આ રોગને ગંભીરતાથી લેવો પડશે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )

જાણો : કેસો ઘટ્યા હોવાનો દેખાવડો અને લોકડાઉન ખોલવાની ઉતાવળ, સરકારે બદલી સ્ટ્રેટેજી ?

ગંભીરતા જરૂરી : લોકડાઉનમાં છુટ આપવાની ઉતાવળ આફતને નોતરું દેનારી બનશે