ફેસ ઓફ નેશન, 25-04-2020 : 22 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસના લોકડાઉનની જાહેરાત કર્યા બાદ 23મી માર્ચે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં વિજય નેહરાએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. આવનારા દિવસોમાં આપણી જવાબદારી નક્કી કરશે કે અમદાવાદમાં હજ્જારોમાં કેસ નોંધાય છે કે લાખોમાં. અમદાવાદ મહાનગર પાલિકાએ છેલ્લા બે મહિનાથી ઘણી બધી તૈયારીઓ કરી છે.
વિજય નેહરાએ 23 માર્ચે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, AMC એ છેલ્લા બે મહિનાથી ઘણી બધી તૈયારીઓ કરી છે. નેહરાના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, સરકારને કોરોના મામલે જાન્યુઆરીથી જાણ હતી. જે રીતે જાન્યુઆરીથી તૈયારી શરૂ કરવામાં આવી હતી તે રીતે સરકારને જાણ હતી કે, કોરોનાની મહામારી ગુજરાતમાં પણ આવશે. તેમ છતાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર દેશની નજર કોરોનાને બદલે ટ્રમ્પની મુલાકાત તરફ હતી. 23 માર્ચે વિજય નેહરાના જણાવ્યા અનુસાર, ચીન, યુરોપ અને અમેરિકામાં જે જે પગલાં લેવામાં આવ્યા તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. 5 થી 10 હજાર લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જો કોરોનાના લાખ્ખોની સંખ્યામાં કેસો થઇ જાય તો તેની શક્યતા નકારી શકાય નહીં તેથી તંત્રએ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
જો કે વિજય નેહરા પહેલાથી કહેતા આવ્યા છે કે, અમદાવાદીઓ જેટલા લોકડાઉનનું પાલન કડકાઈથી કરશે તેટલો કોરોનાને હરાવવામાં વધુ સરળતા રહેશે. ઘરમાં રહો અને સુરક્ષિત રહો તે મંત્ર વિજય નેહરા પહેલેથી જ કરતા આવ્યા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )
https://www.youtube.com/watch?v=zdoUcjXDAz8
ગંભીરતા જરૂરી : લોકડાઉનમાં છુટ આપવાની ઉતાવળ આફતને નોતરું દેનારી બનશે
“મહામારી સમયે દેશના દુશ્મન” : જોડાઓ અમારા આ અભિયાનમાં, લોકડાઉનનો ભંગ કરનારની તસવીરો મોકલો