ફેસ ઓફ નેશન, 25-04-2020 : પ્રજાને કેમ કોરોનાના આંકડા અને કેસોની વિગતો મામલે ગુમરાહ કરવી તેની કામગીરી હાલ તંત્ર કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, 24 કલાકના કેસોની વિગત જાહેર કરવા માટે બીજા 20 કલાક લોકોને રાહ જોવી પડે છે. પહેલા સવારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સવારે 10.30 વાગે આંકડાકીય માહિતી આપતા હતા ત્યારબાદ બાદ 12 થી 1ની વચ્ચે કોર્પોરેશન અમદાવાદમાં નોંધાયેલા કેસોની સરનામાં સહિતની વિગતવાર માહિતી જાહેર કરી દેતું હતું. જો કે હવે વીતેલા 24 કલાકના કેસોની માહિતી 20 કલાક બાદ જાહેર કરવામાં આવે છે.
સરકારે બદલેલી રણનીતિને પગલે લોકો સુધી માહિતી પહોંચવામાં વિલંબ થઇ રહ્યો છે. 24-04-2020ના રોજ સાંજે 7.30 કલાકે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ પત્રકાર પરિષદ દ્વારા છેલ્લા 24 કલાકમાં એટલે કે એ જ દિવસે સાંજે પાંચ વાગ્યા સુધીમાં નોંધાયેલા કુલ આંકડાઓ રજૂ કરે છે. હવે આ આંકડાઓમાં જે તે શહેરમાં નોંધાયેલા કેસો પણ હોય છે. જેથી અમદાવાદમાં આ આંકડાની વિગતો બીજા દિવસે એટલે કે 25-04-2020ના રોજ બપોરે 1 થી 2 વાગ્યાની વચ્ચે જાહેર કરવામાં આવે છે. હવે, આ વિગત જેવી જાહેર થાય કે પ્રજા પાસે હજુ પહોંચી ન પહોંચી ત્યાં સુધીમાં સાંજના 7.30 થઇ જાય અને એ દિવસના 24 કલાકના આંકડાઓ રજૂ કરવામાં આવે. એટલે પ્રજા પાસે પહોંચેલી માહિતી આગળના દિવસની હોય પરંતુ નવી જાહેર કરવામાં આવેલી માહિતીથી આંકડાની ફેરબદલ આવે એમાં પ્રજા ગુંચવાઈ જાય.
સરકારની આવી લાલીયાવાડીથી જ સાચી માહિતી સમયસર પ્રજા સુધી પહોંચી રહી નથી. જે કેસોનો આંક જાહેર થઇ ગયો હોય તે વિસ્તારના કેસોની વિગતવાર માહિતી બીજા 20 કલાક પછી બહાર પાડવામાં આવે છે. જેથી પ્રજા વચ્ચે જુના લિસ્ટ જ ફરતા રહે અને પ્રજા ગુમરાહ થતી રહે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )
ગંભીરતા જરૂરી : લોકડાઉનમાં છુટ આપવાની ઉતાવળ આફતને નોતરું દેનારી બનશે
“મહામારી સમયે દેશના દુશ્મન” : જોડાઓ અમારા આ અભિયાનમાં, લોકડાઉનનો ભંગ કરનારની તસવીરો મોકલો