Home Uncategorized કેન્દ્રમાંથી આવેલી ટીમે અમદાવાદમાં કોરોના મામલે થયેલી કામગીરીનો અહેવાલ માંગ્યો

કેન્દ્રમાંથી આવેલી ટીમે અમદાવાદમાં કોરોના મામલે થયેલી કામગીરીનો અહેવાલ માંગ્યો

ફેસ ઓફ નેશન, 25-04-2020 : ગુજરાતના અમદાવાદમાં કોરોનાના સતત વધતા જઈ રહેલા કેસોને લઈને કેન્દ્રની એક ટીમ અમદાવાદમાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ટીમે કોર્પોરેશનના કમિશનર વિજય નેહરા સહીત આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસેથી કોરોના અંગે કરેલી કાર્યવાહીનો અહેવાલ માંગ્યો છે. સાથે જ અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરી અંગેની જાણકારી પણ મેળવી છે. આ બેઠકમાં શહેર પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા. તેમની પાસેથી પણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગેની જાણકારી મેળવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદ વધતા જતા કેસો સાથે પ્રથમ નંબરે છે. સરકાર એમ કહી રહી છે કે, અમદાવાદમાં તબ્લીગી જમાતિઓના કારણે કેસોમાં વધારો થયો છે. તેવામાં તમામ પરિસ્થિતિથી વાકેફ થવા કેન્દ્રીય ટીમે અમદાવાદમાં ધામા નાખ્યા છે. આજે યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય ટીમે કેટલાક સૂચનો પણ આપ્યા હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી છે. આ સાથે આગામી સમયમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે કે જેનાથી લોકડાઉન બાદ વધુ મુશ્કેલી ન પડે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં કોરોનાને લઈને સ્થિતિ વધુ બગડે તો કેવી તૈયારીઓ કરવામાં આવી છે તે અંગે પણ આ ટીમે જાણકારી મેળવી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )

ગંભીરતા જરૂરી : લોકડાઉનમાં છુટ આપવાની ઉતાવળ આફતને નોતરું દેનારી બનશે

“મહામારી સમયે દેશના દુશ્મન” : જોડાઓ અમારા આ અભિયાનમાં, લોકડાઉનનો ભંગ કરનારની તસવીરો મોકલો