Home Politics સત્તા શરમમાં મુકાઈ અને નિર્ણય બદલાયો : દુકાનો ખોલવાના નિર્ણયનો પ્રજામાં જ...

સત્તા શરમમાં મુકાઈ અને નિર્ણય બદલાયો : દુકાનો ખોલવાના નિર્ણયનો પ્રજામાં જ વિરોધ ઉઠ્યો હતો

ફેસ ઓફ નેશન, 26-04-2020 : કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ગુજરાતની સત્તા અસરકારક પગલાં લેવામાં અસફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં દુકાનો ખોલવાના નિર્ણયને પગલે ખુદ પ્રજામાં જ સત્તા વિરુદ્ધ વિરોધનો સુર ઉઠ્યો હતો. અમદાવાદના અનેક ખૂણા સહીત અન્ય શહેરોમાં પણ એવી ચર્ચા ઉઠી હતી કે, હજુ લોકડાઉનની સમય મર્યાદા પુરી થઇ નથી ત્યાં સરકાર કેમ આટલી ઉતાવળ કરીને દુકાનો ખોલવાની મંજૂરી આપે છે તે સમજાતું નથી. સત્તાએ કરેલું ગણિત પ્રજાના મગજમાં બેસતું નહોતું જેને લઈને સોશિયલ સાઇટ્સ સહીત ઠેર ઠેર આ મુદ્દો ચર્ચાસ્પદ બની ગયો હતો.
પ્રજામાં ચર્ચાસ્પદ બનેલા સત્તાના નિર્ણયને ત્યારે બદલવામાં આવ્યો જયારે ખુદ વેપારીઓએ સામે ચાલીને કહ્યું કે, અમે દુકાનો નહીં ખોલીએ. આવા સમયે સત્તા શરમમાં મુકાઈ ગઈ અને નાછૂટકે ત્રીજી મે સુધી ફરીથી તમામ દુકાનો ફરજીયાત બંધ રાખવી તેવો નિર્ણય લેવો પડ્યો. અહીં કહેવાનું કે, સત્તા માટે અને સત્તાધીશો માટે આ એક ખુબ જ શરમજનક ક્ષણ કહેવાય કે, મહામારી સમયે અપાતી છૂટછાટનો પ્રજાએ સામેચાલીને અસ્વીકાર કર્યો અને પરિણામે તેવી છૂટછાટો પાછી ખેંચવી પડી. લોકો કોરોનાથી અને તેના ફેલાવાથી ડરી રહ્યા છે. હજુ વધુ કડકાઈ દાખવવામાં આવે અને સત્તા અમદાવાદ જેવા અસરગ્રસ્ત શહેરોમાં કર્ફ્યુ જ નાખી દે તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે ત્યાં સરકારને દુકાનો ખોલાવવાની રણનીતિ અંગે ચર્ચા કરવા મિટિંગો કરવી છે તે આશ્વર્યજનક બાબત છે.
અમદાવાદ મ્યુ. કમિશનરે સત્તાનો નિર્ણય રદ્દ કરીને આખરે વેપારીઓની માંગણીને લઈને તેમની ઈચ્છા અનુસાર તમામ દુકાનો ત્રીજી મે સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો તે આજે લોકો આવકારી રહ્યા છે. સાથે જ મ્યુ. કમિશનર વિજય નેહરા આ સમગ્ર બાબતે લાભ ના ખાટી જાય તે માટે સરકારને જાહેર કરવું પડ્યું કે, આવતીકાલથી તમામ દુકાનો બંધ રાખવામાં આવશે. સરકારે એવા કામો કરવા જોઈએ કે જેમાં પ્રજાની સુરક્ષા હોય. આતો સરકારે એવું કામ કર્યું કે, વેપારીઓને એક થઈને કહેવું પડ્યું “અમારે દુકાનો ખોલવાની ઉતાવળ નથી, અમારા માટે રાષ્ટ્રહિત પહેલા છે, અને એટલે જ અમે ત્રીજી મે સુધી કોઈ દુકાન ખોલવા તૈયાર નથી” ( ફેસ ઓફ નેશનના પેજને faceofnation.news ફેસબુકમાં લાઈક અને ફોલો કરવા દરેકને વિનંતી. સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )

સમગ્ર દેશમાં બે હજાર કેસ સાથે અમદાવાદ બીજા નંબરનું શહેર, પહેલા નંબરે મુંબઈ

સમગ્ર દેશમાં બે હજાર કેસ સાથે અમદાવાદ બીજા નંબરનું શહેર, પહેલા નંબરે મુંબઈ