ફેસ ઓફ નેશન, 26-04-2020 : કોરોનાના કેર વચ્ચે ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અત્યાર સુધી અમદાવાદમાં કુલ 2003 કેસ નોંધાયા છે. જેમાંથી 115 દર્દીઓ રિકવર થયા છે અને 86 લોકોના મૃત્યુ થયા છે. આ કેસોમાં સૌથી વધુ અમદાવાદના કોટ વિસ્તારમાં નોંધાયા છે. જેને લઈને શહેરી વિસ્તારોને અગાઉથી જ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા હતા. સાથે જ શહેરી વિસ્તારને જોડતા તમામ બ્રિજો પણ બંધ કરી દઈ શહેરને છુટુ પાડી દેવામાં આવ્યું છે. ક્યારેય વિખૂટું ન પડેલું શહેર આજે કોરોનાના કેરથી છુટુ પડી ગયું છે.
જૂનાવાડજથી લઈને નહેરુબ્રિજ સુધીના તમામ બ્રિજ અવરજવર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે. એલિસબ્રિજ ખુલ્લો રાખવામાં આવ્યો છે. પરંતુ ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહીંથી શહેરમાં પ્રવેશવા માટે ઇમરજન્સી કારણ હોય તો જ પ્રવેશવા દેવામાં આવે છે.
વધતા જતા કોરોનાના કેસોને કાબુમાં લેવા અને શહેરી વિસ્તારમાં વધેલા કેસો પશ્ચિમ વિસ્તારમાં ન આવે તેની તકેદારીના ભાગ રૂપે કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરને જોડતા તમામ બ્રિજો બંધ કરી દીધા છે.
સતત ટ્રાફીકથી ધમધતા શહેરના બ્રિજો આજે સુમસામ ભાસી રહ્યા છે. અવરજવર ઉપર પ્રતિબંધ છે. જેને લઈને સાંજ પડે ગામડાની માફક પક્ષીઓનો કોલાહલ એક દમ સ્વચ્છ રીતે સંભળાય છે. પ્રદુષણ ઘટી ગયું છે જેથી શુદ્ધ હવા પણ મળી રહી છે. (ફેસ ઓફ નેશનના પેજને faceofnation.news ફેસબુકમાં લાઈક અને ફોલો કરવા દરેકને વિનંતી. સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )
સમગ્ર દેશમાં બે હજાર કેસ સાથે અમદાવાદ બીજા નંબરનું શહેર, પહેલા નંબરે મુંબઈ
સમગ્ર દેશમાં બે હજાર કેસ સાથે અમદાવાદ બીજા નંબરનું શહેર, પહેલા નંબરે મુંબઈ
સમગ્ર દેશમાં બે હજાર કેસ સાથે અમદાવાદ બીજા નંબરનું શહેર, પહેલા નંબરે મુંબઈ