ફેસ ઓફ નેશન, 26-04-2020 : ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દેશમાં ગુજરાત રાજ્ય બીજા ક્રમાંકે સૌથી વધુ કેસ સાથે પહોંચી ગયું છે સાથે અમદાવાદ પણ સમગ્ર દેશમાં બીજા સ્થાનનું એવું શહેર બન્યું છે. જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ સાંજે પાંચ વાગ્યા સુધી આજે છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા કેસોની વિગત આપી હતી.
ગુજરાતમાં કોરોનાના કુલ 230 કેસ નોંધાયા છે. જેને લઈને અત્યાર સુધીના કુલ કેસોનો આંકડો 3301 પર પહોંચ્યો છે. અમદાવાદમાં દરરોજની માફક આજે પણ સૌથી વધુ 178 કેસ નોંધાયા છે. સુરતમાં 30, આણંદમાં 8, બનાસકાંઠા-ખેડા-નવસારી-પાટણમાં એક એક કેસ, રાજકોટ-વડોદરામાં ચાર ચાર કેસ નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધીના કુલ કેસોનો આંકડો 2181 પર પહોંચ્યો છે. હાલ 2658 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 27 લોકો વેન્ટિલેટર ઉપર છે. છેલ્લા 24 કલાક દરમ્યાન 31 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 18 લોકોના મૃત્યુ થયા છે. (ફેસ ઓફ નેશનના પેજને faceofnation.news ફેસબુકમાં લાઈક અને ફોલો કરવા દરેકને વિનંતી. સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )
“મહામારી સમયે દેશના દુશ્મન” : જોડાઓ અમારા આ અભિયાનમાં, લોકડાઉનનો ભંગ કરનારની તસવીરો મોકલો
સમગ્ર દેશમાં બે હજાર કેસ સાથે અમદાવાદ બીજા નંબરનું શહેર, પહેલા નંબરે મુંબઈ