ફેસ ઓફ નેશન, 26-04-2020 : અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા ગોયલ ઇન્ટરસિટીમાં લોકડાઉનનો ભંગ કરવા બદલ 9 લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગોયલ ઇન્ટરસિટીમાં પાંચ લોકો ભેગા મળીને મ્હોએ માસ્ક બાંધ્યા વિના કેરમ રમી રહ્યા હતા. જેમની બાજુમાં કેટલીક મહિલાઓ પણ મ્હોએ માસ્ક બાંધ્યા વિના વાતો કરી રહી હતી. જેથી પોલીસે આ તમામની ધરપકડ કરી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
25 તારીખે ગોયલ ઇન્ટરસિટીમાં અરુણ વાઘવા, આકાશ શહાય, ભરત કેશવાણી, તરવિન્દર સીંગ, હિતેષ કાલાણી સહિતના લોકો મોઢે માસ્ક બાંધ્યા વિના કેરમ રમી રહ્યા હતા. તેમની નજીકમાં જ ચાર જેટલી મહિલાઓ વાતો કરી રહી હતી. આ મહિલાઓએ પણ મોઢે માસ્ક બાંધ્યું નહોતું. જેને લઈને પોલીસે આ તમામની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. (ફેસ ઓફ નેશનના પેજને faceofnation.news ફેસબુકમાં લાઈક અને ફોલો કરવા દરેકને વિનંતી. સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )
https://youtu.be/aO-dTy7Uo7g
સમગ્ર દેશમાં બે હજાર કેસ સાથે અમદાવાદ બીજા નંબરનું શહેર, પહેલા નંબરે મુંબઈ
સમગ્ર દેશમાં બે હજાર કેસ સાથે અમદાવાદ બીજા નંબરનું શહેર, પહેલા નંબરે મુંબઈ