Home Religion બનાસકાંઠા : બે મહીના સુધી પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ત્રણ આરતી થશે

બનાસકાંઠા : બે મહીના સુધી પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ત્રણ આરતી થશે

ફેસ ઓફ નેશન, (રાકેશ શર્મા, અંબાજી) 26-04-2020 : હાલ કોરોનાના કારણે દેશના તમામ ધાર્મિક સ્થાનો બંધ છે. જેમાં ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીનો પણ સમાવેશ થાય છે. અંબાજી મંદિર લોકડાઉનના પગલે તંત્રનો આગામી હુકમ ન થાય ત્યાં સુધી બંધ રહેશે. લોકડાઉન બાદ પણ મંદિરોને તાત્કાલિક ખુલ્લા મુકવામાં નહીં આવે.
અંબાજી મંદિર એક મહિના કરતા વધુ સમયથી ભક્તો માટે બંધ હોવા છતા અહી રોજ સવાર અને સાંજ નિયમિત માતાજીની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવે છે. મંદિરના પૂજારી દ્વારા નિયમિત આરતી અને પુજા અર્ચના કરવામા આવે છે. રવિવારને આખાત્રીજ થી અષાઢી એકમ સુધી સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી હવે ત્રણ આરતી અંબાજી મંદિરમાં થશે. સવાર સાંજ સિવાય હવે બપોરની આરતી શરુ કરવામાં આવી છે. જેની શરૂઆત આજથી જ કરવામાં આવી હતી. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.
મંદિરના ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાધ્યાએ જણાવ્યું હતું કે, આજથી માતાજીના ત્રણ વખત શણગાર પણ કરવામાં આવશે અને પૂજા અર્ચના પણ કરવામાં આવશે. સુર્ય દેવતાને કાચના પ્રતિબિંબ દ્વારા મંદિર પર પ્રકાશ પાડવામાં આવે છે. જેનાથી સૂર્ય નારાયણ પણ માતાજીના દર્શન કરવા આવે છે. જેથી બપોરે આરતી શરુ કરવામાં આવે છે. આજે અખાત્રીજ હોઈ આજથી દર્શનનો સમય પણ બદલાયો છે. મંદિર સવારે વહેલુ બંધ કરી દેવામાં આવે છે. રાજભોગમાં સોનાની થાળીમાં માતાજીને ભોજન ધરાયા બાદ આ આરતી શરુ કરાય છે. આ વિધિ પ્રાચીન કાળથી ચાલી આવે છે. રાત્રે માતાજીનું મંદિર 9:15 કલાકે બંધ થાય છે. બદલાયેલા આ સમયપત્રકનું પાલન 26 એપ્રિલ થી 22 જુન સુધી કરવામાં આવશે. (ફેસ ઓફ નેશનના પેજને faceofnation.news ફેસબુકમાં લાઈક અને ફોલો કરવા દરેકને વિનંતી. સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )

સમગ્ર દેશમાં બે હજાર કેસ સાથે અમદાવાદ બીજા નંબરનું શહેર, પહેલા નંબરે મુંબઈ

સમગ્ર દેશમાં બે હજાર કેસ સાથે અમદાવાદ બીજા નંબરનું શહેર, પહેલા નંબરે મુંબઈ

નિર્ણય બદલાયો : આવતીકાલથી સમગ્ર અમદાવાદની દુકાનો બંધ, લોકડાઉનનો કડક અમલ