Home News હોસ્પિટલમાં સારવાર લેવા આવતા ડરશો નહીં, જાણો SVP હોસ્પિટલ વિષે શું કહ્યું...

હોસ્પિટલમાં સારવાર લેવા આવતા ડરશો નહીં, જાણો SVP હોસ્પિટલ વિષે શું કહ્યું ઇમરાન ખેડાવાલાએ, Video

ફેસ ઓફ નેશન, 27-04-2020 : જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આજે તેઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમને તાળીઓ પાડીને માનભેર રજા આપવામાં આવી હતી. આ સાથે જ ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, લોકો કોરોનાની સારવાર લેવા માટે ડર અનુભવી રહ્યા છે. તેના કારણે આ રોગ ફેલાઈ રહ્યો છે.
તમામ લોકોને હું વિનંતી કરું છું કે, હોસ્પિટલમાં સારવાર લેવા આવતા ડરશો નહીં. હોસ્પિટલનો સ્ટાફ તમને એક પરિવારની જેમ ટ્રીટમેન્ટ આપે છે. તેમ ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

https://youtu.be/KqKZg9W0a5M

કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખનું નિધન, છેલ્લા દસ દિવસથી કોરોનાની સારવાર હેઠળ હતા

ટ્રાફિક અને કોલાહલથી ધમધમતા અમદાવાદ શહેરની ગલીઓ સુમસામ ભાસી રહી છે, જુઓ Video