ફેસ ઓફ નેશન, 27-04-2020 : એપીએમસી દ્વારા શાકભાજીના વેચાણ માટે ગોતા ઓવરબ્રિજ પાસે આવેલો પ્લોટ નક્કી કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનનો ખાલી પ્લોટ શાકભાજીના વેચાણ માટે નક્કી કરવામાં આવ્યો છે. એપીએમસીમાં જે શાકમાર્કેટ ભરાતું હતું તે હવે આગામી 29 તારીખથી ગોતા ઓવર બ્રિજ પાસે સવારે 4 થી 8 વાગ્યા સુધી શાકમાર્કેટ ભરાશે. જો કે આ મામલે સ્થાનિકોનો કોઈ હોબાળો ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ માંગવામાં આવ્યો છે. જો કે મોડી સાંજે પ્રજાના વિરોધને લઈને કોર્પોરેશને આ નિર્ણય બદલી નાખ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
એપીએમસીને શાકભાજી વેચાણ માટે અમદાવાદ મ્યુ. કોર્પોરેશને ગોતામાં પ્લોટની ફાળવણી કરતા સ્થાનિકોમાં નારાજગી પ્રવર્તી છે. છેલ્લા ઘણા દિવસથી શાકભાજીવાળાઓને કોરોના પોઝિટિવ આવ્યો હોવાના કિસ્સામાં વધારો થતા લોકો ડરની લાગણી અનુભવી રહ્યા છે. સાથે જ અહીં શાકમાર્કેટ ન ખુલે તેવો પણ મત વ્યક્ત કરી રહ્યા છે. જો કે સ્થાનિકો દ્વારા કોઈ અટકચાળો કરવામાં ન આવે તેને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્તની પણ માંગ કરવામાં આવી છે. જો કે સ્થાનિક નાગરિકોના વિરોધને લઈને કોર્પોરેશને મોડી સાંજે ઉપરોક્ત નિર્ણય પડતો મુક્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. જેથી ગોતાને બદલે હવે નવી જગ્યા પસંદ કરવામાં આવે તેમ છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
કોરોનાએ અમદાવાદ શહેરને છૂટું પાડી દીધું, તમામ બ્રિજો બંધ કરવામાં આવ્યા, જુઓ તસ્વીરો
કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખનું નિધન, છેલ્લા દસ દિવસથી કોરોનાની સારવાર હેઠળ હતા
ટ્રાફિક અને કોલાહલથી ધમધમતા અમદાવાદ શહેરની ગલીઓ સુમસામ ભાસી રહી છે, જુઓ Video