Home News કોરોના રિપોર્ટ : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 247 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં...

કોરોના રિપોર્ટ : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 247 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં 197

ફેસ ઓફ નેશન, 27-04-2020 : વધતા જતા કોરોનાના કેર વચ્ચે આજે રાજ્યમાં વધુ 247 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા આ કેસોમાં સૌથી વધુ અમદાવાદમાં 197 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીનો અમદાવાદમાં કુલ કેસોનો આંક 2378 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન 81 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 11 લોકોના મૃત્યુ થયા છે. જેમાં 5 અમદાવાદમાં, 4 સુરતમાં, વડોદરા અને પાલનપુરમાં એક એક મૃત્યુ નોંધાયા છે. હાલ 31 લોકો વેન્ટિલેટર ઉપર છે. 2961 લોકો સ્થિર હાલતમાં સારવાર હેઠળ છે.
રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આજે સાંજે પાંચ વાગ્યા સુધી છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા કેસોની વિગત આપી હતી. જેમાં ગુજરાતમાં કોરોનાના કુલ 247 કેસ નોંધાયા છે. જેને લઈને અત્યાર સુધીના કુલ કેસોનો આંકડો 3548 પર પહોંચ્યો છે. અમદાવાદમાં 197, સુરતમાં 30, આણંદમાં 2, બોટાદમાં 1, ડાંગમાં 1, ગાંધીનગરમાં 5, રાજકોટમાં 1, વડોદરામાં 6 કેસ નોંધાયા છે. (ફેસ ઓફ નેશનના પેજને faceofnation.news ફેસબુકમાં લાઈક અને ફોલો કરવા દરેકને વિનંતી. સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )

કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખનું નિધન, છેલ્લા દસ દિવસથી કોરોનાની સારવાર હેઠળ હતા

કોરોનાએ અમદાવાદ શહેરને છૂટું પાડી દીધું, તમામ બ્રિજો બંધ કરવામાં આવ્યા, જુઓ તસ્વીરો

APMC દ્વારા શાકભાજી વેચાણ માટે AMCએ ગોતા ઓવરબ્રિજ પાસે પ્લોટ નક્કી કર્યો, મોડી સાંજે નિર્ણય બદલ્યો