Home News અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો કોરોના પોઝિટિવ...

અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો કોરોના પોઝિટિવ !

ફેસ ઓફ નેશન, 28-04-2020 : અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોર્પોરેશને જાહેર કરેલી યાદીમાં આ પોલીસ કોન્ટેબલનું નામ અને સરનામું જાહેર કરવામાં આવ્યું છે. જો કે સાચી હકીકત એ છે કે, સેન્ટ્રલ જેલમાં રહેલા કેદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કેદીને કોરોના રિપોર્ટ કઢાવવા માટે સાથે ગયેલા પોલીસ કોન્સ્ટેબલે પોતાનું નામ અને સંપર્ક નંબર લખાવી દેતા કોર્પોરેશનના લિસ્ટમાં પોઝિટિવ દર્દી તરીકે પોલીસ કર્મચારીનું નામ લખાઈ ગયું હતું.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જેલ તંત્રની ઊંઘ હરામ થઇ ગઈ છે. આ કેદીને હાલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. નવાબ ઉર્ફે કાલુ કે જે પાકા કામનો કેદી છે. જે રજા ઉપર હોવાથી જેલ બહાર હતો. તેની રજા પુરી થતા મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં મેડિકલ ચેકઅપ દરમ્યાન તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. સેન્ટ્રલ જેલમાં કેદીને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોય તેવી આ પ્રથમ કિસ્સો છે.
કોરોના રિપોર્ટ કઢાવતી વખતે કેદી સાથે જનાર પોલીસ કોન્ટેબલને નામ અને નમ્બર સહીત સરનામું લખાવવાનું કહેતા પોલીસ કોન્ટેબલે માત્ર માહિતી આપવા સારું પોતાનો નામ નંબર લખાવ્યો હતો. જો કે સાથે કેદીનું નામ પણ લખાવ્યું હતું તેમ છતાં કોર્પોરેશન દ્વારા પોલીસ કોન્સ્ટેબલની વિગતનો ઉલ્લેખ કરી દેવામાં આવતા સેન્ટ્રલ જેલમાં પોલીસ કોન્સ્ટેબલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર વહેતા થયા હતા. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

કોરોનાએ અમદાવાદ શહેરને છૂટું પાડી દીધું, તમામ બ્રિજો બંધ કરવામાં આવ્યા, જુઓ તસ્વીરો

કરિયાણા, ડેરી અને શાકભાજીવાળા : જેઓ લોકડાઉન દરમ્યાન લોકોના સંપર્કમાં આવ્યા અને કોરોના પોઝિટિવ થયા

કોરોનાના કેસો વધી રહ્યા છે તેવા વિસ્તારોમાં લોકડાઉન યથાવત રહેશે, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંકેત

કરિયાણા, ડેરી અને શાકભાજીવાળા : જેઓ લોકડાઉન દરમ્યાન લોકોના સંપર્કમાં આવ્યા અને કોરોના પોઝિટિવ થયા