ફેસ ઓફ નેશન, 28-04-2020 : ગુજરાતના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી હાલ તેમની ફેસબુક કૉમેન્ટને લઈને ચર્ચામાં આવ્યા છે. કુમાર કાનાણીના ઓફીસીઅલ ફેસબુક એકાઉન્ટમાં એક કોમેન્ટના પ્રતિઉત્તરમાં તેઓએ એવો જવાબ આપ્યો છે કે, “આ બધાને કોણ તમારો બાપ ખવડાવશે. આવી ભાષા પ્રયોગથી લોકો સ્તબ્ધ બની ગયા છે” તો કેટલાકે એમ પણ જણાવ્યું છે કે, “કુમાર કાનાણી તમારું ફેસબુક હેક થયું લાગે છે, બાકી આરોગ્ય મંત્રીની ભાષા આવી ન હોય” જો કે તેમનું ફેસબુક હેક થયું હોવાના હજુ સુધી કોઈ સત્તાવાર અહેવાલ પ્રાપ્ત થયા નથી. સાથે જ તેમનું આ ફેસબુક એકાઉન્ટ બનાવટી પણ નથી. કારણ કે, આ ફેસબુક એકાઉન્ટ બ્લુ ટીક વાળું ઓથેન્ટિકેટ થયેલું છે.
27-04-2020ના રોજ કુમાર કાનાણીના ફેસબુક એકાઉન્ટમાં એક પોસ્ટ મુકવામાં આવી હતી. આ પોસ્ટ સુરત મોટાવરાછા ખાતે એક ફ્લેટની મુલાકાત સમયની હતી. જેમાં કેટલાક લોકોએ જુદી જુદી કોમેન્ટો લખી છે. જેમાંથી એક વ્યક્તિએ એવી કોમેન્ટ લખી હતી કે, “તમે થાઓ ભેગા, જુઓ લોકડાઉન તોડવાનો કાયદો,,2 દંડા ખાવાના વધારાના” જેના રિપ્લાયમાં કાનાણીએ જણાવ્યું હતું કે, “આ બધાને કોણ તમારો બાપ ખવરાવશે”.
કુમાર કાનાણીના આવા પ્રતિઉત્તરથી લોકો અચંબામાં મુકાઈ ગયા હતા. અને લખ્યું હતું કે, “આવી સડક છાપ ભાષા હોય આરોગ્ય મંત્રીની ??” બીજા એક યુઝરે લખ્યું હતું કે, “સાહેબ શ્રી એકાઉન્ટ હેક તો નથી થયું ને?? આ ભાષા તમારી હોય એવુ લાગતુ નથી.. તમે વરીષ્ઠ અને લોકપ્રિય નેતા છો તમને આ ના શોભે..”
કુમાર કાનાણીના પ્રતિઉત્તરે હાલ લોકોમાં ચર્ચા ઉભી કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે એટલે કે, 27/04/2020ના રોજ કુમાર કાનાણી મોટા વરાછામાં આવેલી એક સોસાયટીમાં પોતાના કાર્યકર્તા સાથે પહોંચ્યા હતા. જ્યાં તેમની ઉપર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. જે ખુબ જ ચર્ચાસ્પદ મુદ્દો બન્યો છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
કોરોનાએ અમદાવાદ શહેરને છૂટું પાડી દીધું, તમામ બ્રિજો બંધ કરવામાં આવ્યા, જુઓ તસ્વીરો
કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખનું નિધન, છેલ્લા દસ દિવસથી કોરોનાની સારવાર હેઠળ હતા