ફેસ ઓફ નેશન, 28-04-2020 : રોજનું લાવીને રોજ વેચાણ કરતા શાકભાજી વાળાઓ એટલા ભણેલા નથી હોતા કે તેઓ સેલ્ફ મેનેજમેન્ટ કરી શકે. તેવામાં આ લોકોને એવું મેનેજમેન્ટ કરી આપવું કે જેનાથી પ્રજામાં અને ફેરિયા વચ્ચે સોશીયલ ડીસ્ટન્સનું પાલન થાય તે જરૂરી બની જાય છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવા બદલ કેટલાય શાકભાજીવાળાઓને પોલીસ કેસનો સામનો કરવો પડ્યો છે. જો કે પોલીસ કેસ નહીં કરીને કોઈ યોગ્ય રસ્તો વિચારીને રામોલ પોલીસે એવી કામગીરી કરી કે જેની સમગ્ર વિસ્તારના તમામ લોકો ભારોભાર પ્રશંસા કરી રહ્યા છે.
રામોલ પોલી સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર કે.એસ.દવેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સહીત પોલીસ સ્ટેશનના સ્ટાફે વિસ્તારમાં રહેલા તમામ શાકભાજીની લારીઓવાળાનો સર્વે કર્યો. આ સર્વે બાદ તેઓએ એક એવી યોજના બનાવી કે જેનું આજે લોકો હોંશેહોંશે અનુકરણ કરી રહ્યા છે. પોલીસે આ તમામ શાકભાજી વાળાઓ માટે ગોળ કુંડાળા સહીત એક સ્થાન માર્કિંગ કર્યું જ્યાં લારી ઉભી રાખવાની અને કુંડાળામાં ખરીદનાર ઉભો રહે. આનાથી સોશિયલ ડિસ્ટનશનું પાલન શરૂ થયું. બે લારીઓ વચ્ચે અંતર વધતા લોકોને શાકભાજી ખરીદવામાં સરળતા રહેવા લાગી. પરિણામે શાકભાજીઓની લારીએ ભીડ બંધ થઇ ગઈ.
રામોલ પોલીસની આ યોજના અને કાર્યવાહી ખરેખર સમગ્ર શહેર અને સમગ્ર રાજ્ય માટે એક નોંધપાત્ર અને ઉદાહરણરૂપ બની ગઈ છે. રાજ્યોના તમામ વિસ્તારોમાં જો આ પ્રકારે પાલન કરવામાં આવે તો તેની જોરદાર અસર થાય તેમ કહેવામાં કોઈ બે મત નથી. આવા આયોજનો એ વાતની સાક્ષી પુરે છે કે, પોલીસના માત્ર કાયદાના દંડા કડવા નથી હોતા, તેમનું મેનેજમેન્ટ પણ ગજબનું હોય છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
https://youtu.be/gKugraLFbIo
કોરોનાના કેસો વધી રહ્યા છે તેવા વિસ્તારોમાં લોકડાઉન યથાવત રહેશે, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંકેત
કોરોનાના કેસો વધી રહ્યા છે તેવા વિસ્તારોમાં લોકડાઉન યથાવત રહેશે, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંકેત
“આ બધાને કોણ તમારો બાપ ખવડાવશે”, આરોગ્ય મંત્રીની ફેસબુક કોમેન્ટથી લોકો સ્તબ્ધ