Home News લોકડાઉનમાં શાંતિથી બેઠેલા લોકો ડ્રોન જોઈને કેવા ભાગે છે, જુઓ Video

લોકડાઉનમાં શાંતિથી બેઠેલા લોકો ડ્રોન જોઈને કેવા ભાગે છે, જુઓ Video

ફેસ ઓફ નેશન, 28-04-2020 : ગુજરાત પોલીસે એક વિડીયો જાહેર કર્યો છે. આ વિડીયો ડ્રોન મારફતે લેવામાં આવ્યો છે. આ વિડીઓમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, લોકડાઉન દરમ્યાન શાંતિથી બેઠેલા લોકો ડ્રોન જોઈને ભાગદોડ કરી મૂકે છે. લોકડાઉન દરમ્યાન લોકો શાંતિ માણવા અને ટહેલવા ધાબાનો ઉપયોગ કરી રહ્યા છે. જેને લઈને ડ્રોન કેમેરા થકી પોલીસ આવા લોકો ઉપર નજર રાખી રહી છે અને લોકડાઉનનો ભંગ કરનારા વિરુદ્ધ ગુનો દાખલ કરે છે.
અહીં એક ડ્રોનનો વિડીયો ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરાયેલો રજૂ કરવામાં આવ્યો છે. પોલીસ હવે સોસાયટીના સીસીટીવી કેમેરાથી પણ લોકોને ઝડપી રહી છે. લોકો સોસાયટીઓમાં ખૂણે ખાંચે બેસે છે અને લોકડાઉનનો ભંગ કરે છે. તેવામાં પોલીસ માટે આવા લોકોને પકડવા પડકાર બની ગયો હતો. જેને લઈને પોલીસે ડ્રોન મારફતે સર્વેલન્સ કરીને લોકો ઉપર ગુના નોંધવાની શરૂઆત કરી હતી. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

https://youtu.be/71AT-zfC5go

કોરોનાના કેસો વધી રહ્યા છે તેવા વિસ્તારોમાં લોકડાઉન યથાવત રહેશે, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંકેત

“આ બધાને કોણ તમારો બાપ ખવડાવશે”, આરોગ્ય મંત્રીની ફેસબુક કોમેન્ટથી લોકો સ્તબ્ધ

કોરોનાના કેસો વધી રહ્યા છે તેવા વિસ્તારોમાં લોકડાઉન યથાવત રહેશે, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંકેત