Home Uncategorized અમદાવાદ : 17 માર્ચથી 17 એપ્રિલ સુધીના મહિનામાં 600 કેસ અને ત્યારબાદ...

અમદાવાદ : 17 માર્ચથી 17 એપ્રિલ સુધીના મહિનામાં 600 કેસ અને ત્યારબાદ 10 દિવસમાં જ 1764 કેસ નોંધાયા

ફેસ ઓફ નેશન, (ધવલ પટેલ) 28-04-2020 : ગુજરાતના અમદાવાદમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધી સૌથી વધુ કેસ 18 એપ્રિલના રોજ 243 પોઝિટિવ નોંધાયા હતા. આ રોગની અમદાવાદમાં શરૂઆત થઇ અને પ્રથમ કેસ નોંધાયો ત્યારથી વાત કરીએ તો 17 માર્ચે પહેલો કેસ નોંધાયો હતો. આ પ્રથમ કેસ બાદ 17 એપ્રિલ સુધી એટલે કે એક મહિનાના ગાળામાં 600 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 18 માર્ચથી આજદિન સુધી એટલે કે 10 દિવસના સમયગાળા દરમ્યાન 1764 કેસ નોંધાયા છે. વધતા જતા કેસો ચિંતાનો વિષય બની રહ્યા છે.
હાલ અમદાવાદમાં કુલ કોરોનાના કેસો 2364 છે. મોડેલ શહેર અમદાવાદ આજે દેશમાં કોરોનાના વધતા જતા કેસો સાથે બીજા નંબરનું શહેર બની ગયું છે. ગત એક મહિનામાં નોધાયેલા 600 કેસો આજે 10 દિવસ દરમ્યાન વધીને 1764 થઇ ગયા છે. 2016 જેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. 241 દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 107 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને 12227 લોકો હાલ ક્વોરેન્ટાઇનમાં છે. સૌથી વધુ 921 કેસો મધ્યઝોનમાં નોંધાયા છે, દક્ષિણ ઝોનમાં 559 કેસ, ઉત્તર ઝોનમાં 177 કેસ, પશ્ચિમમાં 174 કેસ, પૂર્વ ઝોનમાં 126 કેસ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 53 કેસ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 35 કેસો નોંધાયા છે.
હાલ ખાનગી હોસ્પિટલની વાત કરીએ તો, એચસીજી હોસ્પિટલમાં 14, સ્ટર્લિંગમાં 21 લોકો સારવાર હેઠળ છે. કોર્પોરેશન દ્વારા ઉભી કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરની વાત કરીએ તો, સમરસ હોસ્ટેલમાં 649, ફર્ન હોટેલમાં 35 અને હજ હાઉસમાં 16 લોકો સારવાર હેઠળ છે. કોર્પોરેશન દ્વારા દિવસે દિવસે વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા હોવાની વાત કરવામાં આવે છે, સાથે જ કેસોમાં પણ વધારો થતા એવો ખુલાસો અપાય છે કે, કોર્પોરેશન સામે ચાલીને ટેસ્ટ કરી કરી ને કોરોના પોઝિટિવ દર્દીઓને શોધી રહ્યું હોવાથી કેસોમાં વધારો થઇ રહ્યો છે. પરંતુ તેમનો આ ખુલાસો ગળે ઉતરે તેમ નથી. કારણ કે, આટલા બધા કેસો વધી ગયા ત્યાં સુધી તંત્રે શું કાર્યવાહી કરી તે એક સવાલ છે.
મોટાભાગના પોઝિટિવ દર્દીઓને કોરોનાના લક્ષણો પણ જણાતા નથી તેમ છતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે. આવા 80 ટકા કેસો નોંધાયા હોવાનું અનુમાન છે. કોર્પોરેશનના જણાવ્યા અનુસાર કેસોની ડબલીંગ થવાની ટકાવારીમાં દિવસો વધ્યા છે. પહેલા જે ચાર દિવસે ડબલ થતા હતા તે હવે આઠ દિવસે થઇ રહ્યા છે. જો આ વાત સાચી હોય તો 10 જ દિવસમાં બમણાથી પણ વધારે કેસ કેવી રીતે નોંધાઈ શકે છે તે પણ એક સવાલ છે. 18 એપ્રિલથી 28 એપ્રિલ સુધી દસ દિવસના ગાળામાં જ 1764 કેસ પોઝિટિવ નોંધાયા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

કોરોનાના કેસો વધી રહ્યા છે તેવા વિસ્તારોમાં લોકડાઉન યથાવત રહેશે, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંકેત

“આ બધાને કોણ તમારો બાપ ખવડાવશે”, આરોગ્ય મંત્રીની ફેસબુક કોમેન્ટથી લોકો સ્તબ્ધ

વાંચો : “કોરોનાના લક્ષણો નથી તો ટેસ્ટ શું કામ કરાવવો” તેમ માનવું એ મોટી મુર્ખામી છે

કોરોનાના કેસો વધી રહ્યા છે તેવા વિસ્તારોમાં લોકડાઉન યથાવત રહેશે, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંકેત