ફેસ ઓફ નેશન, 28-04-2020 : કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સરકારની તમામ કામગીરી હવે કોઈ અસર ન દેખાડતી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી સતત કેસોમાં વધારો થઇ રહ્યો છે. આજે સાંજ સુધી છેલ્લા 24 કલાક દરમ્યાન રાજ્યમાં નવા કુલ 226 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ અમદાવાદમાંથી 164, સુરતમાં 14, વડોદરામાં 15, ગાંધીનગરમાં 6, આણંદમાં 9, ભરૂચમાં 2, ભાવનગરમાં 1, બોટાદમાં 6, રાજકોટમાં 9 કેસ નોંધાયા છે. અમદાવાદ ગુજરાતનું કોરોનાનું કેન્દ્ર બની ગયું છે. અહીં કોરોનાને કાબુમાં લેવો એક પડકાર બની ગયો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન 40 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 19 લોકોના મૃત્યુ થયા છે.
રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, અત્યાર સુધી રાજ્યમાં કુલ 3774 કેસ નોંધાયા છે. બીજી બાજુ અમદાવાદમાં પણ અત્યાર સુધી કુલ 2542 કેસ નોંધાયા છે. હાલ 34 લોકો વેન્ટિલેટર ઉપર છે. 3125 લોકો સ્થિર હાલતમાં સારવાર હેઠળ છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
વાંચો : “કોરોનાના લક્ષણો નથી તો ટેસ્ટ શું કામ કરાવવો” તેમ માનવું એ મોટી મુર્ખામી છે
વાંચો : “કોરોનાના લક્ષણો નથી તો ટેસ્ટ શું કામ કરાવવો” તેમ માનવું એ મોટી મુર્ખામી છે
“આ બધાને કોણ તમારો બાપ ખવડાવશે”, આરોગ્ય મંત્રીની ફેસબુક કોમેન્ટથી લોકો સ્તબ્ધ
કોરોનાના કેસો વધી રહ્યા છે તેવા વિસ્તારોમાં લોકડાઉન યથાવત રહેશે, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંકેત