ફેસ ઓફ નેશન, 28-04-2020 : આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ તેમના ફેસબુક ઉપર રહેલા યુઝર્સને વળતો જવાબ આપતી કોમેન્ટો કરી હતી. આ કોમેન્ટો ખુબ જ ચર્ચામાં આવી હતી. “આ બધાને કોણ તમારો બાપ ખવડાવશે” જેવી કોમેન્ટથી લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. આ અંગે ફેસ ઓફ નેશને “આ બધાને કોણ તમારો બાપ ખવડાવશે”, આરોગ્ય મંત્રીની ફેસબુક કોમેન્ટથી લોકો સ્તબ્ધ” શીર્ષક હેઠળ સમાચાર પ્રકાશિત કર્યા હતા. જેના થોડા કલાકોમાં જ કુમાર કાનાણીએ તેમના ફેસબુકમાં કરેલી તમામ વિવાદાસ્પદ કોમેન્ટો દૂર કરી દીધી હતી.
ગુજરાતના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી હાલ તેમની ફેસબુક કૉમેન્ટને લઈને ચર્ચામાં આવ્યા છે. કુમાર કાનાણીના ઓફીસીઅલ ફેસબુક એકાઉન્ટમાં એક કોમેન્ટના પ્રતિઉત્તરમાં તેઓએ એવો જવાબ આપ્યો છે કે, “આ બધાને કોણ તમારો બાપ ખવડાવશે. આવી ભાષા પ્રયોગથી લોકો સ્તબ્ધ બની ગયા છે” તો કેટલાકે એમ પણ જણાવ્યું છે કે, “કુમાર કાનાણી તમારું ફેસબુક હેક થયું લાગે છે, બાકી આરોગ્ય મંત્રીની ભાષા આવી ન હોય” જો કે તેમનું ફેસબુક હેક થયું હોવાના હજુ સુધી કોઈ સત્તાવાર અહેવાલ પ્રાપ્ત થયા નથી. સાથે જ તેમનું આ ફેસબુક એકાઉન્ટ બનાવટી પણ નથી. કારણ કે, આ ફેસબુક એકાઉન્ટ બ્લુ ટીક વાળું ઓથેન્ટિકેટ થયેલું છે.
જો કે ફેસ ઓફ નેશને આ બાબતનો અહેવાલ રજૂ કરતાની સાથે જ કુમાર કાનાણીએ તેમના ફેસબુક એકાઉન્ટમાં થયેલી તમામ કોમેન્ટો ડીલીટ કરી દીધી છે. એક આરોગ્ય મંત્રીને આ પ્રકારની ભાષા ન શોભે ત્યારે આશા રાખીએ કે વિરોધીઓ ગમે તેવી ભાષાનો ઉપયોગ કરે પરંતુ કુમાર કાનાણી તેમના પદની ગરિમા અને વ્યક્તિત્વને ધ્યાનમાં લઈ ફરીથી કોઈ આવી કોમેન્ટો નહીં કરે. જાહેર જીવનમાં આવ્યા પછી સારા-ખરાબ ગમે તેવા આક્ષેપો થાય તેને સહન કરવાની પણ હિંમત એ કાબિલેદાદ છે. જેથી આ પ્રકારની કોમેન્ટો ન થાય તેવી આશા રાખીએ. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
વાંચો : “કોરોનાના લક્ષણો નથી તો ટેસ્ટ શું કામ કરાવવો” તેમ માનવું એ મોટી મુર્ખામી છે
વાંચો : “કોરોનાના લક્ષણો નથી તો ટેસ્ટ શું કામ કરાવવો” તેમ માનવું એ મોટી મુર્ખામી છે
કોરોનાના કેસો વધી રહ્યા છે તેવા વિસ્તારોમાં લોકડાઉન યથાવત રહેશે, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંકેત