ફેસ ઓફ નેશન, 28-04-2020 : રાજ્ય સરકારે એક મોટી જાહેરાત કરી છે. જે મુજબ હવે જે લોકોને કોરોનાના લક્ષણો ન દેખાતા હોય તેમ છતાં રિપોર્ટ પોઝિટિવ આવે તો તેવા લોકો ઘરે રહી શકશે. આવા દર્દીઓને સારવાર હેઠળ નહીં ખસેડવામાં આવે. જે લોકો એવું ઇચ્છતા હોય કે મને કોઈ લક્ષણો નથી તેમ છતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મારે ઘરે બેસીને જ સારવાર લેવી છે તો તેવા લોકોને છૂટ આપવામાં આવશે. પરંતુ તેના માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે. રાજ્ય સરકાર આવા લોકોને દવાની સાથે જ રોજે શું કરવું તેની માહિતી આપશે અને તેનું પાલન કરવું પડશે.
આ જાહેરાત કરતા રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ જ્યંતી રવિએ જણાવ્યું છે કે, એવા ઘણા લોકો છે કે જેઓને કોઈ લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે. હવે આવા લોકો શરતોને આધીન ઘરે બેઠા જ સારવાર મેળવી શકશે. સાથે જ તેઓએ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. ઘણા લોકો એવા છે કે જેઓને રિપોર્ટ કઢાવતા ડર નથી લાગતો પરંતુ હોસ્પિટલમાં ખસેડવામાં આવે તેનાથી ડર લાગે છે. સરકારે આ બાબતો પણ ધ્યાને લીધી છે સાથે જ કોવીડ સેન્ટરમાં લોકોની સંખ્યા ઘટે અને ઘરે બેઠા ઉત્તમ સારવાર મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
કોરોનાના કેસો વધી રહ્યા છે તેવા વિસ્તારોમાં લોકડાઉન યથાવત રહેશે, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંકેત
વાંચો : “કોરોનાના લક્ષણો નથી તો ટેસ્ટ શું કામ કરાવવો” તેમ માનવું એ મોટી મુર્ખામી છે
કોરોનાના કેસો વધી રહ્યા છે તેવા વિસ્તારોમાં લોકડાઉન યથાવત રહેશે, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંકેત