Home News જુઓ તસ્વીરો : અમદાવાદના કોરોના વોર્ડમાં સવારે દર્દીઓ શું કરે છે

જુઓ તસ્વીરો : અમદાવાદના કોરોના વોર્ડમાં સવારે દર્દીઓ શું કરે છે

ફેસ ઓફ નેશન, 29-04-2020 : અમદાવાદમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓને અમદાવાદની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે. તેવામાં સવારે દરરોજે દર્દીઓ પાસે સ્ટાફ દ્વારા યોગ કરાવવામાં આવે છે. અહીં હાજર ડોક્ટર સહીત મેડિકલ સ્ટાફ તમામ દર્દીઓને ઘરની જેમ સાચવે છે. તમામ લોકો સવારે યોગ કરે છે અને જલ્દી સ્વસ્થ થવાના પ્રયાસો કરે છે.
આપની સંસ્કૃતિમાં યોગનું ખુબ જ મહત્વ છે. યોગથી વ્યક્તિ નિરોગી રહી શકે છે અને યોગથી વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. હાલ કોરોના સામે ભારતે આયુર્વેદિક ઉપચાર અપનાવ્યો છે. ઉકાળો, હળદર અને ગરમ પાણી સહીત અનેક આયુર્વેદિક ઉપચારના માધ્યમથી લોકો કોરોના સામે ફાઇટ આપી રહ્યા છે અને સ્વસ્થ થઇ રહ્યા છે. એસવીપી અને સિવિલ સહિતની તમામ હોસ્પિટલોમાં દર્દીઓને સવાર-સાંજ યોગ કરાવવામાં આવે છે. જેનાથી તેમની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને જલ્દીથી સ્વસ્થ થઇ જાય. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

વાંચો : “કોરોનાના લક્ષણો નથી તો ટેસ્ટ શું કામ કરાવવો” તેમ માનવું એ મોટી મુર્ખામી છે

અમદાવાદ : 17 માર્ચથી 17 એપ્રિલ સુધીના મહિનામાં 600 કેસ અને ત્યારબાદ 10 દિવસમાં જ 1764 કેસ નોંધાયા

જાણો : અમદાવાદમાં તમારો વિસ્તાર રેડ ઝોનમાં છે કે ઓરેન્જ ઝોનમાં ?

જાણો : અમદાવાદમાં તમારો વિસ્તાર રેડ ઝોનમાં છે કે ઓરેન્જ ઝોનમાં ?