ફેસ ઓફ નેશન, 29-04-2020 : અમદાવાદના શાસ્ત્રીનગર વરદાન ટાવર રોડ ઉપર આવેલી શ્રીનાથજી શાકભાજીની દુકાનના માલિક દ્વારા સોશિયલ ડીસ્ટન્સના ભંગ મામલે એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ ગુજરાત પોલીસે તેની ગંભીરતાથી નોંધ લઈને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જેને લઈને સ્થાનિક પોલીસે આ દુકાનદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ અંગે ગુજરાત પોલીસે અને અમદાવાદ પોલીસે તેમના ટ્વીટર એકાઉન્ટ ઉપર પણ તેની જાણ કરી છે.
ફેસ ઓફ નેશનના વાચકે મોકલેલ એક તસ્વીર સાથે “નારણપુરા, ગોતા, જૂનાવાડજ સહીતના પશ્ચિમ વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે” શીર્ષક હેઠળ એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ તસ્વીર નારણપુરાના શાસ્ત્રીનગર રોડ ઉપર આવેલા શ્રીનાથ વેજીટેબલ માર્કેટની હતી. જ્યાં લોકોની ભીડ સ્પષ્ટ જોઈ શકાતી હતી. કોઈ પણ પ્રકારના સોશિયલ ડીસ્ટન્સનું પાલન પણ કરાવવામાં આવી રહ્યું નહોતું. જે ખુબ જ ગંભીર બાબત હતી. આ પ્રકારની ભીડ યોગ્ય નથી તેમ છતાં દુકાનદાર દ્વારા કોઈ પણ પ્રકારની સાવચેતી રાખવામાં આવી નહોતી. જેને લઈને પોલીસે કાર્યવાહી કરીને દુકાન બંધ કરાવી દીધી હતી. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
જાણો : અમદાવાદમાં તમારો વિસ્તાર રેડ ઝોનમાં છે કે ઓરેન્જ ઝોનમાં ?
લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે
અમદાવાદ : 17 માર્ચથી 17 એપ્રિલ સુધીના મહિનામાં 600 કેસ અને ત્યારબાદ 10 દિવસમાં જ 1764 કેસ નોંધાયા