Home News અમેરિકાનું વલણ અચાનક બદલાયું, વ્હાઇટ હાઉસે PM મોદીને ટ્વિટર પર “Unfollow” કર્યા

અમેરિકાનું વલણ અચાનક બદલાયું, વ્હાઇટ હાઉસે PM મોદીને ટ્વિટર પર “Unfollow” કર્યા

ફેસ ઓફ નેશન, 29-04-2020 : કોરોનાના કહેર વચ્ચે વ્હાઇટ હાઉસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટર એકાઉન્ટમાં Unfollow કર્યા છે. ભારતે હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાઓ આપીને અમેરિકાની મદદ કરી હતી. જો કે થોડા દિવસો પછી 10 એપ્રિલના રોજ, વ્હાઇટ હાઉસ પીએમ મોદી અને ભારતના પાંચ ટ્વિટર હેન્ડલ્સને Follow કરવાનું શરૂ કર્યું હતું. જો કે અચાનક જ હવે વ્હાઇટ હાઉસે આ બધાને Unfollow કરી દીધા છે.
વ્હાઇટ હાઉસે જે ટ્વિટર એકાઉન્ટ્સ Follow કરવાના શરૂ કર્યા હતા તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વડા પ્રધાન કાર્યાલય, રાષ્ટ્રપતિ ભવન, યુએસમાં ભારતીય દૂતાવાસ અને ભારતમાં યુએસ દૂતાવાસનો સમાવેશ થાય છે. આ સિવાય ભારતમાં યુએસ એમ્બેસેડર કેન જસ્ટર પણ હતા. આ સાથે, વ્હાઇટ હાઉસ દ્વારા Followersની સંખ્યા 19 થઈ ગઈ હતી, જેમાં તમામ વિદેશી હેન્ડલ્સ ભારતના હતા.
અમેરિકા અન્ય કોઈ દેશો અથવા તેના રાષ્ટ્રપતિઓના ટ્વિટર હેન્ડલને Follow કરતું નથી, પરંતુ ભારતમાં અપવાદરૂપે ટ્વીટર એકાઉન્ટને Follow કરવામાં આવ્યા હતા. હવે યુ.એસ.એ પોતાનું વલણ બદલી નાખ્યું છે અને હવે વ્હાઇટ હાઉસ યુએસની બહાર કોઈનું એકાઉન્ટ Follow કરી રહ્યું નથી. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

જાણો : અમદાવાદમાં તમારો વિસ્તાર રેડ ઝોનમાં છે કે ઓરેન્જ ઝોનમાં ?

અમદાવાદ : 17 માર્ચથી 17 એપ્રિલ સુધીના મહિનામાં 600 કેસ અને ત્યારબાદ 10 દિવસમાં જ 1764 કેસ નોંધાયા

લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે