Home Uncategorized દુઃખદ : માતાના નિધનના ચાર દિવસ બાદ એક્ટર ઈરફાન ખાનનું નિધન

દુઃખદ : માતાના નિધનના ચાર દિવસ બાદ એક્ટર ઈરફાન ખાનનું નિધન

ફેસ ઓફ નેશન, 29-04-2020 : જાણીતા હિન્દી ફિલ્મના અભિનેતા ઈરફાન ખાનનું નિધન થયું છે. મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે. ઈરફાન ખાનની ઉંમર 54 વર્ષની હતી. 28 એપ્રિલે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા હતા. ઈરફાનની માતાનું હાલમાં જ એટલે કે 25 એપ્રિલે નિધન થયું હતું. માતાના નિધનના ચાર દિવસ બાદ જ ઈરફાનનું નિધન થયું છે.
ફિલ્મમેકર શૂજીત સરકારે ટ્વિટર પર ટ્વીટ કરીને ઈરફાન ખાનના નિધનની પુષ્ટિ કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું, મારો વ્હાલો મિત્ર ઈરફાન, તું લડ્યો, લડ્યો અને લડ્યો. મને હંમેશાં તારી પર ગર્વ રહેશે. આપણે ફરી મળીશું. બબિલ તથા સુતપાને આશ્વાસન. સુતપા તે આ લડાઈમાં તારીથી જે થયું તે તમામ કર્યું. શાંતિ…ઓમ શાંતિ… ઈરફાન ખાનને સલામ. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

https://twitter.com/ShoojitSircar/status/1255377784773410818

જાણો : અમદાવાદમાં તમારો વિસ્તાર રેડ ઝોનમાં છે કે ઓરેન્જ ઝોનમાં ?

અમદાવાદ : 17 માર્ચથી 17 એપ્રિલ સુધીના મહિનામાં 600 કેસ અને ત્યારબાદ 10 દિવસમાં જ 1764 કેસ નોંધાયા

લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે