Home Religion 13 જૂનના રોજ નિર્જળા એકાદશી,વર્ષની 24 એકાદશીઓમાં સૌથી ઉત્તમ એકાદશી

13 જૂનના રોજ નિર્જળા એકાદશી,વર્ષની 24 એકાદશીઓમાં સૌથી ઉત્તમ એકાદશી

  • વર્ષની 24 એકાદશીઓમાં સૌથી ઉત્તમ નિર્જળા એકાદશી
  • નિર્જળા એકાદશીના વ્રતમાં ભગવાન વિષ્ણુની વિશેષરૂપે પૂજા કરવામાં આવે છે
  • વૈષ્ણવોમાં નિર્જળા એકાદશીનું અનેરૂ મહત્વ

Face Of Nation:13 જૂને આવનારી નિર્જળા એકાદશી વર્ષની 24 એકાદશીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે….મહાભારત કાળમાં ભીમે પણ આ અગિયારસ કરી હતી…તેથી તેને ભીમ અગિયારશ તરીકે પણ ઓળખવામા આવે છે…. જળનું સેવન કર્યા વગર આ વ્રત રાખવાનો વિશેષ મહિમા છે..અને માટે જ તેને નિર્જળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.

13 જૂનના રોજ સૌથી મોટી નિર્જળા એકાદશી છે. પંચાંગમાં આ એકાદશીનું સૌથી વધારે મહત્વ છે. તેને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે. જ્યાતોષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. વ્રત રાખવામાં આવે છે. આ દિવસે વ્રત કરનાર વ્યક્તિ અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

નિર્જળા એકાદશીની ખાસ વાતો
1.
વ્રત કરનાર વ્યક્તિએ નિર્જળા એકાદશીની તૈયારી એક દિવસ પહેલા જ કરી લેવી જોઈએ. દશમના દિવસે સાત્વિક ભોજન કરવું જોઈએ.

2.
ભક્તે આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અનિવાર્ય છે. સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું.

3.
સ્નાન કરતી વેળાએ પવિત્ર નદીઓના નામનો જાપ કરવો. એવું કરવાથી ઘરમાં જ ગંગા સ્નાનનું પુણ્ય મળી જાય ચે.

4.
સ્નાન પછી ભગવાન વિષ્ણુ સામે વ્રતનો સંકલ્પ કરવો. ભગવાન સામે કહેવું કે તમે વ્રત કરવા ઈચ્છો છો અને તેને પૂરું કરવાની શક્તિ આપો.

5.
ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, પીળા ફળ, પીળા પકવાનનો ભોગ લગાવવો. દીવો કરી આરતી કરવી. ऊँ नमो भगवते वासुदेवाय મંત્રનો જાપ કરવો. વિધિવત પૂજા કરવી.

6.
એકાદશીના દિવસે પાણીનું દાન કરવું. પાણીનું પરબ હોય ત્યાં માટલાનું દાન કરવું. શક્ય હોય તો ગૌશાળામાં ધનનું દાન કરવું.

7.
આ એકાદશીની સાંજે તુલસીની વિશેષ પૂજા કરવી. સાંજે તુલસી પાસે દીવો કરવો અને પરિક્રમા કરવી.

8.
આગળના દિવસે બ્રાહ્મણો અને જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું. પૂજા-પાઠ કરવો. ત્યાર પછી ભોજન લેવું.

9.
નિર્જળા એકાદશી કરનાર મોટાભાગના લોકો પાણી પણ પીતા નથી. જો તમારા માટે શક્ય ન હોય તો ફળોનો રસ લેવો, પાણી, દૂધ, ફળાહારનું સેવાન કરવું. પોતાની શક્તિ મુજબ વ્રત કરવું.

10.
એકાદશીના દિવસે ધાર્મિક આચરણ કરવું. ક્રોધ ન કરવો. ધરમાં શાંતિનું વાતાવરણ રાખવું. માતા-પિતાના આશીર્વાદ લેવા અને જીવનસાથીનું સન્માન કરવું.