ફેસ ઓફ નેશન, 29-04-2020 : અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા છેલ્લા દસ દિવસ દરમ્યાન 115 સુપર સ્પ્રેડરને શોધી કાઢવામાં આવ્યા છે. આ તમામ સુપર સ્પ્રેડરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેઓને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતા મ્યુ. કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે, મૃત્યુદર ઓછો કરવાનો પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યો છે. સુપર સ્પ્રેડર બાબતે ભાર મુકવાની રચનાથી 7793 જેટલા લોકોનું છેલ્લા દસ દિવસમાં સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાંથી 2098 લોકોના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરાવવામાં આવ્યા જેમાંથી 115 જેટલા લોકોનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે.
સુપર સ્પ્રેડર એટલે એવા લોકો જે જેમનાથી સૌથી વધુ લોકો સંપર્કમાં આવતા હોય છે. જેમાં શાકભાજી વાળા, ડેરીવાળા અને કરિયાણાવાળાનો સમાવેશ થાય છે. નાગરિકોએ આવા સુપર સ્પ્રેડરના સંપર્કમાં આવતા પહેલા તમામ પ્રકારની કાળજી રાખવામાં આવે તેવી પણ વિનંતી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં વધતા જતા કેસોમાં શાકભાજીવાળાઓ પણ વધુ નોંધાયા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે
જાણો : અમદાવાદમાં તમારો વિસ્તાર રેડ ઝોનમાં છે કે ઓરેન્જ ઝોનમાં ?
અમદાવાદ : 17 માર્ચથી 17 એપ્રિલ સુધીના મહિનામાં 600 કેસ અને ત્યારબાદ 10 દિવસમાં જ 1764 કેસ નોંધાયા
લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે