ફેસ ઓફ નેશન, 29-04-2020 : કોરોનાએ સમગ્ર વિશ્વમાં કાળો કેર વર્તાવ્યો છે. ગુજરાતમાં પણ કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ ગુજરાતનું કોરોના કેન્દ્ર બની ગયું છે. તેવામાં અમદાવાદના ઇસનપુરમાં રહેતા એક પરિવારે કોરોના થીમ ઉપર બેબી ફોટો શૂટ કરાવ્યું છે. આ થીમ દ્વારા તેમણે લોકોને કોરોનાની જાગૃતિ સંદર્ભે એક સુંદર મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે.
8 મહિનાની દીકરીનો એક અદભુત મેસેજ સાથે ફોટો શૂટ કરવાનો વિચાર પ્રજાપતિ પરિવારને આવ્યો. ઇસનપુરમાં રહેતા હિતેષ પ્રજાપતિ અને શ્રુતિ પ્રજાપતિએ તેમની 8 મહિનાની દીકરી શ્રેયાનો ફોટો શૂટ કરાવ્યો છે. આ ફોટો શૂટ કોરોનાની મહામારીને લઈ લોક જાગૃતિ સંદર્ભે કરવામાં આવ્યો છે. હાલ લોકડાઉન છે તેવામાં ઘરે બેઠા જ એક વિચાર કરીને લોકોને ફોટોશૂટ થકી એક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને અનેક લોકોએ વખાણ્યો છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
વાંચો : “કોરોનાના લક્ષણો નથી તો ટેસ્ટ શું કામ કરાવવો” તેમ માનવું એ મોટી મુર્ખામી છે
જાણો : અમદાવાદમાં તમારો વિસ્તાર રેડ ઝોનમાં છે કે ઓરેન્જ ઝોનમાં ?