Home News ટૂ વ્હીલર પર એક અને ફોર વ્હીલરમાં બે થી વધુ લોકો સવારી...

ટૂ વ્હીલર પર એક અને ફોર વ્હીલરમાં બે થી વધુ લોકો સવારી કરશે તો વાહન જપ્ત થશે : DGP

ફેસ ઓફ નેશન, 29-04-2020 : રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોનાને અટકાવવા લોકોની હેરફેર ઓછી થાય અને લોકો વચ્ચે સંપર્ક ઘટે તે ખુબ જ જરૂરી છે. લોકોની હેરફેર રોકવા માટે પોલીસ દ્વારા લોકોના વાહનો પણ જપ્ત કરવામાં આવે છે. ટૂ વ્હીલર પર એક અને ફોર વ્હીલરમાં બે થી વધુ લોકો સવારી કરતા હશે તો વાહન જપ્ત કરવામાં આવશે. ભેગા બેસવાથી નિયમોનું પાલન થતું નથી જેને લઈને પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરશે.
મુખ્યમંત્રીએ પણ સૂચન કર્યું છે કે, આ સંક્રમણથી બચવા માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સનો ફરજીયાત અમલ કરવામાં આવે. જ્યાં કેસો નથી કે ઓછા છે તેવા વિસ્તારોના લોકોએ વિશેષ તકેદારી રાખવી જરૂરી છે. આવા વિસ્તારોમાં લોકોએ સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવું જોઈએ. ગઈકાલે 100 નંબર ઉપર મળેલી ફરિયાદોના આધારે રાજ્યમાં 43 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

વાંચો : “કોરોનાના લક્ષણો નથી તો ટેસ્ટ શું કામ કરાવવો” તેમ માનવું એ મોટી મુર્ખામી છે

જાણો : અમદાવાદમાં તમારો વિસ્તાર રેડ ઝોનમાં છે કે ઓરેન્જ ઝોનમાં ?

અમદાવાદ : 17 માર્ચથી 17 એપ્રિલ સુધીના મહિનામાં 600 કેસ અને ત્યારબાદ 10 દિવસમાં જ 1764 કેસ નોંધાયા

વાંચો : “કોરોનાના લક્ષણો નથી તો ટેસ્ટ શું કામ કરાવવો” તેમ માનવું એ મોટી મુર્ખામી છે