ફેસ ઓફ નેશન, 29-04-2020 : ઘાટલોડિયામાં આવેલા સંજયનગરમાં કોરોનાના કેસો નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગની ટિમ સતર્ક બની ગઈ છે. જે વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે તેવા વ્યક્તિ કોની કોની સંપર્કમાં હતા તેઓના નામ આપ્યા હતા. સંપર્કમાં આવનાર આ તમામ લોકોને જયારે આરોગ્ય વિભાગની ટિમ ક્વોરેન્ટાઇન કરવા અને તપાસ કરવાના હેતુથી લેવા ગઈ ત્યારે ત્યાંના લોકોએ માથાકૂટ શરૂ કરી દીધી હતી. કોરોના ગ્રસ્ત દર્દી દ્વારા જે લોકોના નામ આપવામાં આવ્યા હતા તે લોકો સંપર્કમાં નહીં હોવાનો બચાવ કરીને આરોગ્ય વિભાગની ટિમ સાથે જવાનો ઇન્કાર કરી રહ્યા હતા.
સ્થાનિક પોલીસની મદદ સાથે સંજય નગરમાં આરોગ્ય વિભાગની બે બસો કોરોના ગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલા હોય તેવા લોકોને અને તપાસ હેતુથી પહોંચી હતી. જો કે સ્થાનિકોએ આરોગ્ય વિભાગની ટિમ સાથે જવા સહમતી દર્શાવી નહોતી. આવા વ્યક્તિઓના પરિવારજનોએ પણ બોલાચાલી કરી હતી. જો કે પોલીસ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ મહામહેનતે આ લોકોને સમજાવ્યા હતા અને પોતાના સ્વસ્થ સ્વાસ્થ્ય માટે આરોગ્ય ટિમ સાથે જવા સમજાવ્યા હતા. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
https://youtu.be/uCBf8oWbus0
અમદાવાદ : 17 માર્ચથી 17 એપ્રિલ સુધીના મહિનામાં 600 કેસ અને ત્યારબાદ 10 દિવસમાં જ 1764 કેસ નોંધાયા
જાણો : અમદાવાદમાં તમારો વિસ્તાર રેડ ઝોનમાં છે કે ઓરેન્જ ઝોનમાં ?