Home News 29-04-2020 : ગુજરાતના કોરોના કેન્દ્ર અમદાવાદમાં આજે વધુ 234 કેસ, રાજ્યમાં કુલ...

29-04-2020 : ગુજરાતના કોરોના કેન્દ્ર અમદાવાદમાં આજે વધુ 234 કેસ, રાજ્યમાં કુલ 308 નવા કેસ નોંધાયા

ફેસ ઓફ નેશન, 29-04-2020 : ગુજરાતમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. આજે ગુજરાતમાં સાંજે પાંચ વાગ્યા સુધી છેલ્લા 24 કલાક દરમ્યાન વધુ નવા 308 કેસ નોંધાયા છે. જેમાંથી ગુજરાતનું કોરોના કેન્દ્ર ગણાતા અમદાવાદમાં સૌથી વધુ 234 નવા કેસો નોંધાયા છે. વધતા જતા કેસોના આંકડા ચિંતાજનક બની રહ્યા છે. તેવામાં રાજ્યનો અત્યાર સુધીનો કુલ કોરોનાના કેસોનો આંક 4082 નોંધાયો છે. જયારે અમદાવાદના કુલ કેસોનો આંક 2777 નોંધાયો છે. રાજ્યમાં સુરતમાં 31, વડોદરામાં 15, આણંદમાં 11, રાજકોટમાં 3, ભાવનગરમાં 2, ગાંધીનગરમાં 2, પંચમહાલમાં 4, મહેસાણા – મહીસાગર – બોટાદમાં એક એક કેસ અને નવસારીમાં 3 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 18 એપ્રિલ બાદ બીજી વાર કેસોમાં વધારો નોંધાયો છે. 18 એપ્રિલે સૌથી વધુ 243 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 16 લોકોના મૃત્યુ નિપજ્યા છે. હાલ 3324 દર્દીઓની હાલત સ્થિર છે. 34 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. આજે વધુ 93 દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

વાંચો : “કોરોનાના લક્ષણો નથી તો ટેસ્ટ શું કામ કરાવવો” તેમ માનવું એ મોટી મુર્ખામી છે

અમદાવાદ : 17 માર્ચથી 17 એપ્રિલ સુધીના મહિનામાં 600 કેસ અને ત્યારબાદ 10 દિવસમાં જ 1764 કેસ નોંધાયા

જાણો : અમદાવાદમાં તમારો વિસ્તાર રેડ ઝોનમાં છે કે ઓરેન્જ ઝોનમાં ?

અમદાવાદ : 17 માર્ચથી 17 એપ્રિલ સુધીના મહિનામાં 600 કેસ અને ત્યારબાદ 10 દિવસમાં જ 1764 કેસ નોંધાયા