Home News સરકારમાં સંકલનનો અભાવ, ગાંધીનગરથી જાહેરાત થાય છતાં અધિકારીઓ અજાણ !

સરકારમાં સંકલનનો અભાવ, ગાંધીનગરથી જાહેરાત થાય છતાં અધિકારીઓ અજાણ !

ફેસ ઓફ નેશન, 30-04-2020 : કોરોનાની મહામારી સમયે પણ ખુબ જ સંવેદનતા પૂર્વક કામ કરવાને બદલે સરકારની કામગીરીમાં સંકલનનો અભાવ જોવા મળ્યો છે. જો કે આ વાત અધિકારી બેબાક હોવાથી સામે આવી છે બાકીના અધિકારીઓને ખબર ન હોવા છતાં જાહેરમાં કાંઈ બોલી શકતા નથી. વાત એમ છે કે, ગુજરાતમાં રહેલા પરપ્રાંતીયોને તેમના વતન પરત પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી અને આ અંગે વિસ્તાર પ્રમાણે નોડલ ઓફિસરની નિયુક્તિ પણ કરવામાં આવી. જેને લઈને જે જે નોડલ ઓફિસરો હતા તેઓ ઉપર ફોનનો મારો શરુ થઇ ગયો. પરપ્રાંતીયોએ પોતાને વતન પહોંચાડવા આજીજી કરવાનું શરૂ કર્યું. તેવામાં એક બેબાક અને કડક છાપ ધરાવતા નિષ્પક્ષ અધિકારી હસમુખ પટેલે પોતાના ટ્વીટર ઉપર એવી જાહેરાત કરવી પડી કે, મને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે તેની જાણ જ નથી. આ અંગે હું જાણકારી મેળવીને તમામને મદદ કરીશ.
આઇપીએસ અધિકારી હસમુખ પટેલે તેમના ટ્વીટરમાં જણાવ્યું છે કે, “લોકોના ફોનથી મને ખબર પડી કે ગુજરાત અને મહારાષ્ટ્માં ફસાયેલા લોકો ને પરત મોકલવા મને નોડલ ઓફિસર નિમેલ છે. આ કેવી રીતે કરવું તે હું જાણતો નથી. મારી વિનંતીથી રાજ્ય સરકારે બાર વાગ્યે મિટિંગ રાખી છે. તેમાં જાણી તમને મદદ કરી શકીશ. હું જાણી લાઉ પછી મારાથી થતી બધી મદદ કરીશ.” બીજા એક ટ્વીટમાં તેમણે જણાવ્યું છે કે, “આ મેસેજ વધુમાં વધુ લોકોને પહોંચાડશો જેથી તેઓ ચિંતા કરે નહીં. આપ ઘણા સમયથી એક જગ્યાએ ફસાયા છો આપનું દુઃખ સમજી શકાય છે. ઝડપથી વ્યવસ્થા ગોઠવાય તેવા પ્રયત્નો ચાલુ છે. તે પછી પણ તેમાં કંઈ ખામી જણાશે તો સતત સુધારવાનો પ્રયત્ન કરીશું. બસ થોડો સમય આપો”
આ આઇપીએસ રાજ્ય સરકારમાં નિષ્પક્ષ અને બેબાક મિજાજી હોવાની છાપ ધરાવે છે. હસમુખ પટેલ ભ્રષ્ટાચાર વિરોધી છે. તેઓની કાર્યશૈલી જ તેમનું પ્રમાણપત્ર આપી દે છે. તેમણે એક ટ્વીટમાં ફોન ન ઉપાડવા બદલ દુઃખ વ્યક્ત પણ કર્યું હતું. આ ટ્વીટમાં જણાવામાં આવ્યું હતું કે, “મને દુઃખ છે કે હું તમારા ફોન નો જવાબ આપી શકતો નથી. તમે સહેલાઇથી પોતપોતાના ઠેકાણે પહોંચી શકો તે માટે રાજ્ય સરકાર કાર્યરત છે. ટૂંક સમયમાં વ્યવસ્થા ઊભી કરી તમને જાણ કરવામાં આવશે. આ મેસેજ વધુમાં વધુ લોકોને પહોંચાડશો. ખાત્રી રાખજો કે અમે અમારા શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહ્યા છીએ.” (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

“આખરે દફન ત્યાં જ થવાનું છે જે મારા ઘરથી 200 મીટર દૂર છે”, આ ડાયલોગ બોલનાર રિશી કપૂરનું નિધન

લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે

“આખરે દફન ત્યાં જ થવાનું છે જે મારા ઘરથી 200 મીટર દૂર છે”, આ ડાયલોગ બોલનાર રિશી કપૂરનું નિધન