Home News 30-04-2020 : રાજ્યમાં આજે કોરોનાના વધુ 313 કેસ નોંધાયા, અમદાવાદમાં 249

30-04-2020 : રાજ્યમાં આજે કોરોનાના વધુ 313 કેસ નોંધાયા, અમદાવાદમાં 249

ફેસ ઓફ નેશન, 30-04-2020 : ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ નવા 313 કેસ નોંધાયા છે. આજે સાંજે પાંચ વાગ્યા સુધી છેલ્લા 24 કલાકના આ આંકડા છે. જેમાં અમદાવાદમાં 249, સુરતમાં 13, વડોદરામાં 19, ગાંધીનગરમાં 10, પંચમહાલમાં 10, આણંદમાં 3, ભાવનગરમાં 4, મહેસાણામાં 3, અરવલ્લી – દાહોદમાં એક એક કેસ નોંધાયા છે. અત્યાર સુધી અમદાવાદમાં સૌથી વધુ કેસ આજે નોંધાયા છે. જેણે 18 એપ્રિલે નોંધાયેલા 243 કેસનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
આ અંગે માહિતી આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાક દરમ્યાન 17 લોકોના મૃત્યુ નિપજ્યા છે. 3535 લોકો હાલ સારવાર હેઠળ છે અને 33 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 86 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કેસોનો કુલ આંક 4395 થયો છે જયારે સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદમાં અત્યાર સુધીનો કુલ આંક 3026 થયો છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

“આખરે દફન ત્યાં જ થવાનું છે જે મારા ઘરથી 200 મીટર દૂર છે”, આ ડાયલોગ બોલનાર રિશી કપૂરનું નિધન

લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે

“આખરે દફન ત્યાં જ થવાનું છે જે મારા ઘરથી 200 મીટર દૂર છે”, આ ડાયલોગ બોલનાર રિશી કપૂરનું નિધન

સરકારમાં સંકલનનો અભાવ, ગાંધીનગરથી જાહેરાત થાય છતાં અધિકારીઓ અજાણ !