Home News તંત્રની બેદરકારી કે આંકડા છુપાવવાની નીતિ ? : ડ્રાઈવ-ઇનમાં એક વૃધ્ધનો રિપોર્ટ...

તંત્રની બેદરકારી કે આંકડા છુપાવવાની નીતિ ? : ડ્રાઈવ-ઇનમાં એક વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ છતાં નામ જાહેર નહી

ફેસ ઓફ નેશન, 01-05-2020 : અમદાવાદના ડ્રાઈવઈન વિસ્તારમાં આવેલા એક ટાવરમાં એક વૃદ્ધને ગઈકાલે સવારે સારવાર માટે સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાવી તેમને સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સાંજે પાંચ વાગ્યા સુધી જાહેર થતા કેસોના લિસ્ટમાં કે આગળના દિવસે જાહેર થતા લિસ્ટમાં તેમનું નામ કે ઉલ્લેખ કરવામાં આવેલ નથી. તેમ તેમના દીકરાએ ફેસ ઓફ નેશનને જણાવ્યું હતું. આ ચોંકાવનારી માહિતી બાદ સરકાર આંકડા છુપાવી રહી છે કે બેદરકારી છે તેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
અમદાવાદના થલતેજમાં આવેલા ડ્રાઈવઈન વિસ્તારમાં રહેતા આશરે 62 વર્ષીય વૃદ્ધ કે જેઓ શારીરિક સંપૂર્ણ ફિટ છે. નિયમિત યોગા કરે છે. શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ પણ નથી. તેમ છતાં રેન્ડમલી ચેકીંગ દરમ્યાન તેમના ટાવરમાં આવેલી કોર્પોરેશન ટિમ પાસે કોરોનાનો રિપોર્ટ કઢાવ્યો હતો. આ રિપોર્ટ તેમના દીકરા સહીત ત્યાં રહેતા અન્ય 40 જેટલા લોકોએ પણ કઢાવ્યો હતો. જેમાંથી ફક્ત એક વૃધ્ધનો રિપોર્ટ જ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને ગઈકાલે સવારે આશરે 11 વાગ્યાની આસપાસ આ વૃદ્ધને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણ કરીને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જો કે આ વૃદ્ધમાં કોરોનાના કોઈ લક્ષણો દેખાતા નથી. તેઓ નિયમિત લીબું પાણી લે છે, યોગા અને કસરત કરે છે તેમ છતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ કેવી રીતે આવ્યો તે અંગે પરિવાર પણ વિચારમાં છે.
સરકાર હંમેશા સાંજે પાંચ વાગ્યા સુધીના 24 કલાકની કોરોના પોઝિટિવ દર્દીઓની માહિતી પ્રકાશિત કરે છે. જો કે તેમાં આ વૃદ્ધની કોઈ પણ માહિતીનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. આ વૃધ્ધનો રિપોર્ટ સવારે જ આવી ગયો હતો તેમ છતાં સાંજ સુધીની માહિતીમાં કેમ તેમનો ઉલ્લેખ નથી તે એક મોટો સવાલ છે. આવા કેટલા કેસો હશે જેનો ઉલ્લેખ નહીં થતો હોય તે પણ એક સવાલ છે. સરકારની આ બેદરકારી છે કે પછી આંકડા છુપાવવાની નીતિ તે અંગે પણ સવાલ ઉભો થાય છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

સરકારમાં સંકલનનો અભાવ, ગાંધીનગરથી જાહેરાત થાય છતાં અધિકારીઓ અજાણ !

પ્રથમવાર એવો સમય છે કે પ્રજા કર્ફ્યુ માંગે છે અને સત્તા સહમત નથી થતી

સરકારમાં સંકલનનો અભાવ, ગાંધીનગરથી જાહેરાત થાય છતાં અધિકારીઓ અજાણ !