ફેસ ઓફ નેશન, 01-05-2020 : અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. આજે કોર્પોરેશને વધુ ત્રણ વિસ્તારોને રેડ ઝોન જાહેર કરવાનો નિર્ણય લીધો છે. જેમાં સરસપુર, અસારવા અને ગોમતીપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતા કોર્પોરેશન કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે, વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે રેડ ઝોનમાં વધારો થયો છે. અગાઉ જમાલપુર, ખાડિયા, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, શાહપુરનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તારો સહીત હવે બીજા ત્રણ વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
પ્રથમવાર એવો સમય છે કે પ્રજા કર્ફ્યુ માંગે છે અને સત્તા સહમત નથી થતી
કેન્દ્ર સરકારે ગુજરાતના આટલા શહેરોને રેડ ઝોન જાહેર કર્યા, જ્યાં નહીં ખુલે લોકડાઉન
સરકારમાં સંકલનનો અભાવ, ગાંધીનગરથી જાહેરાત થાય છતાં અધિકારીઓ અજાણ !
1લી મે 1960માં સ્થપાયેલું 60 વર્ષનું ગુજરાત આજે કોરોનાને હરાવવા જંગ લડી રહ્યું છે