Home News અમદાવાદ: કોટ વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના કેસો અને પશ્ચિમમાં સૌથી વધુ પોલીસ...

અમદાવાદ: કોટ વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના કેસો અને પશ્ચિમમાં સૌથી વધુ પોલીસ કેસો

ફેસ ઓફ નેશન, 02-05-2020 : અમદાવાદમાં કોરોનાના કેસોનો આંકડો વધી રહ્યો છે. હાલ લોકડાઉનનો અમલ ચાલી રહ્યો છે. પોલીસ સખ્તાઈ વર્તી રહી છે. જો કે આશ્વર્યજનક બાબત એ છે કે, કોટ વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે અને પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ લોકડાઉન ભંગના કેસો નોંધાયા છે. જેમાં પ્રથમ નંબરે સોલા પોલીસ સ્ટેશન છે. સોલા પોલીસે વિસ્તારમાં શાકભાજીવાળા સહીત લોકડાઉનનો ભંગ કરનારાઓ ઉપર તવાઈ બોલાવી દીધી હોય તેમ સૌથી વધુ કેસો નોંધ્યા છે.
પૂર્વ વિસ્તારમાં વધેલા કોરોનાના કેસો અને પશ્ચિમ વિસ્તારમાં વધ્યા છે લોકડાઉન ભંગના પોલીસ કેસો. કોટ વિસ્તાર સહિત પૂર્વમાં લોકડાઉનનું ઉલ્લંઘન થતું હોવા છતાં ફરિયાદો કોરોનાના કેસો કરતા પણ ઓછી નોંધાઈ છે. પૂર્વ વિસ્તારોની વાત કરીએ તો 24 માર્ચથી 30 એપ્રિલ સુધી દરિયાપુરમાં 140, દાણીલીમડામાં 200, ગાયકવાડ હવેલીમાં 160, કાલુપુરમાં 130, કારંજમાં 200, ખાડિયામાં 90 લોકડાઉન ભંગની પોલીસ ફરિયાદો નોંધાઈ છે. જયારે પશ્ચિમમાં સોલામાં 440, વસ્ત્રાપુરમાં 270, નારણપુરામાં 230, ઘાટલોડિયામાં 220, સેટેલાઈટમાં 200, આનંદનગરમાં 120 લોકડાઉન ભંગની પોલીસ ફરિયાદો નોંધાઈ છે.
પશ્ચિમ વિસ્તારના પોલીસ સ્ટેશનના તાબામાં આવતા સૌ પ્રથમ વાત કરીએ સોલા પોલીસ સ્ટેશનની તો, ચાંદલોડિયા, ગોતા, સોલા, ચાણક્યપુરી, સાયન્સસીટી વિસ્તારમાં સૌથી વધુ લોકડાઉન ભંગના કેસો નોંધાયા છે. આ કેસો સાબિત કરે છે કે, આ વિસ્તારની પ્રજાને કોરોનાની કોઈ ગંભીરતા જ નથી. બીજી વાત કરીએ વસ્ત્રાપુરની તો આ પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવતા ડ્રાઈવઈન, થલતેજ, વસ્ત્રાપુર, ભુયંગદેવ અને સત્તાધાર રોડ જેવા વિસ્તારોમાં પણ લોકો લોકડાઉનનું પાલન કરતા નથી. ઘાટલોડિયામાં તો લોકડાઉન ભંગ કરનારાઓની બેદરકારીએ કોરોનાને એન્ટ્રી આપી દીધી છે. નારણપુરા અને વાડજમાં પણ કોરોનાએ એન્ટ્રી મારી લીધી છે. જો કે વસ્ત્રાપુર અને સોલામાં પણ કોરોનાના કેસો નોંધાયા જ છે. છતાં પ્રજા જાગૃત બનતી નથી. તે ખુબ જ શરમજનક બાબત છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

પ્રથમવાર એવો સમય છે કે પ્રજા કર્ફ્યુ માંગે છે અને સત્તા સહમત નથી થતી

કોરોના યોદ્ધાઓનું સેના કરશે સન્માન, હોસ્પિટલો ઉપર ફૂલ વર્ષા, 3 મેએ ફ્લાઇટ માર્ચ કરાશે

કેન્દ્ર સરકારે ગુજરાતના આટલા શહેરોને રેડ ઝોન જાહેર કર્યા, જ્યાં નહીં ખુલે લોકડાઉન