ફેસ ઓફ નેશન, 02-05-2020 : ચોથી મેથી કેટલીક છૂટછાટ સાથે લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે. રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં દેશને વહેંચી નાખવામાં આવ્યો છે. ઝોન પ્રમાણે જુદી જુદી છૂટછાટ આપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં વધતા જતા કોરોનાને કારણે કોઈ છૂટછાટ આપવામાં ન આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. રેડ ઝોનમાં અપાતી તમામ છૂટછાટો ઓરેન્જ ઝોનમાં પણ અપાશે સાથે જ તેમાં ટેક્સીને વિશેષ છૂટ આપવામાં આવી છે. જો કે આ છૂટછાટ અંગેનો આખરી નિર્ણય જે તે રાજ્ય સરકાર ઉપર આધારીત છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, ગાંધીનગર, બનાસકાંઠા, ભાવનગર જિલ્લાઓ અને શહેરોને રેડ ઝોનમાં નાખી દીધા છે. રાજકોટ, પાટણ અને મહેસાણા સહિતના 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવ્યા છે અને મોરબી, અમરેલી, પોબરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા ગ્રીન ઝોનમાં મુકવામાં આવ્યા છે. આ તમામ ઝોનમાં શું શું ચાલુ થશે અને શું શું ચાલુ નહીં થાય તે માટેના આ 21 મુદ્દાઓ સમજી લો. જો કે આ તમામ છૂટછાટ વચ્ચે સાંજે સાત થી સવારના સાત વાગ્યા સુધી અવર જવર ઉપર કડક પ્રતિબંધ રહેશે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
1. રેડ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓની ઓનલાઈ ડિલિવરી થશે.
2. રેડ ઝોનમાં કેટલીક ખાનગી ઓફિસો ખોલી શકાશે.
3. રેડ ઝોનમાં આઇટી હાર્ડવેર અને ઉદ્યોગ ખોલવા માટે શરતી મંજૂરી.
4. રેડ ઝોનમાં લોકોને સુનિશ્ચિત કાર્યો માટે બહાર નીકળવાની મંજૂરી.
5. રેડ ઝોનમાં ફોર વ્હીલરમાં બે વ્યક્તિ અને મોટરસાયકલ પર એક જ વ્યક્તિને જવાની મંજૂરી.
6. રેડ ઝોનમાં રહેણાંક સંકુલમાં દુકાનો ખોલવાની મંજૂરી.
7. રેડ ઝોનમાં નાણાકીય વિભાગ સાથે જોડાયેલા ક્ષેત્રો પણ ખુલ્લા રહેશે.
8. રેડ ઝોનમાં બેંકો, નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ પણ ખુલી શકશે.
9. રેડ ઝોનમાં વીમા અને મૂડી બજાર પ્રવૃત્તિઓ, ક્રેડિટ સહકારી મંડળીઓ પણ ખુલી રહેશે.
10. રેડ ઝોનમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ અને ઈંટ ભઠ્ઠા પણ શરૂ થઈ શકશે.
11. રેડ ઝોનમાં કુરિયર અને પોસ્ટલ સેવાઓ પણ કાર્યરત રહેશે.
12. રેડ ઝોનમાં વાળંદ અને પાનના ગલ્લા સિવાય જે લોકો પોતાનો વ્યવસાય કરે છે તેમને મંજૂરી.
13. ઓરેંજ ઝોનમાં જિલ્લાઓમાં જરૂરી કામ માટે વાહનો ચલાવવાની મંજૂરી
14. ઓરેંજ ઝોનમાં ડ્રાઈવર ઉપરાંત બે લોકોને ટેક્સીમાં બેસવાની મંજૂરી
15. ઓરેંજ ઝોનમાં આવશ્યક ચીજોના ઉત્પાદન માટેની પરવાનગી
16. ગ્રીન ઝોનમાં તમામ પ્રકારની પ્રવૃત્તિઓને મંજૂરી.
17. ગ્રામીણ વિસ્તારોમાં શોપિંગ મોલ સિવાય દુકાનો ખુલી શકશે.
18. કૃષિ સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પણ શરૂ કરી શકાય છે.
19. વાવેતર હેઠળની તમામ કામગીરી પણ શરૂ કરી શકાય છે.
20. કુરિયર અને પોસ્ટલ સેવાઓ પણ કાર્યરત રહેશે.
21. રાજ્ય સરકારો તેમની આકારણી મુજબ જરૂર જણાશે તો ઉપરોક્ત પ્રવૃત્તિઓ બંધ કરી શકે છે.
કેન્દ્ર સરકારે ગુજરાતના આટલા શહેરોને રેડ ઝોન જાહેર કર્યા, જ્યાં નહીં ખુલે લોકડાઉન
સરકારની કે AMCની કોઈ કાર્યવાહી કોરોના ઉપર અસરકારક ન નીવડી, કેમ ? જાણો
પ્રથમવાર એવો સમય છે કે પ્રજા કર્ફ્યુ માંગે છે અને સત્તા સહમત નથી થતી