Home News અમદાવાદમાં ફરજ બજાવતા સફાઈ કર્મીનું કોરોનાથી નિધન

અમદાવાદમાં ફરજ બજાવતા સફાઈ કર્મીનું કોરોનાથી નિધન

ફેસ ઓફ નેશન, 02-05-2020 : કોરોનાની મહામારી વચ્ચે ફરજ બજાવતા યોદ્ધાઓ ખરા અર્થમાં સાચા રાષ્ટ્ર સેવક છે. અમદાવાદમા સફાઈનું કામ કરતા એક વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલમાંથી તે ક્યારે પાછો ન આવ્યો. કાળોતરા કોરોનાએ આ યોધ્ધાનો જીવ લઈ લીધો. જેને લઈને દુધવાળી ચાલી સહીત સમગ્ર બહેરામપુરામાં શોકનો માહોલ છવાઈ ગયો.
કોરોનાના માહોલ વચ્ચે સફાઈનું બીડું જેણે ઝડપ્યું છે તેવા સફાઈ કર્મચારીઓ પોતાના જીવની પરવા કર્યા વિના રાત દિવસ શહેરને સ્વચ્છ રાખવાની મજૂરી કરે છે. તેવામાં ક્યાંક કોરોનાનો શિકાર પણ બની જાય છે. આ ગરીબ પરિવાર માટે આ ક્ષણ દુઃખદ બની જાય છે. લોકો માટે રસ્તા ઉપર ઉતરતી વેળાએ તેમને કોઈ ચિંતા કે ડર નથી હોતો પરંતુ જયારે પરિવારના મોભી તરીકે કોઈ જીવ ગુમાવી દે ત્યારે એ પરિવારમાં ગમગીની છવાઈ જાય છે. રોજ શહેરનો કચરો વાળીને પોતાનું ગુજરાન ચલાવતો આ કર્મચારી તેના પરિવાર માટે મોભીની ફરજ અદા કરતો હોય છે તેવામાં જીવ સટોસટીનો જંગ લડતા લડતા હારી જાય તો પરિવારના માથે આભ ફાટી પડે છે.
દુધવાળી ચાલીમાં રહેતા જયંતીભાઈ બાબુભાઇ પરમારનું કોરોનાના કારણે અવસાન થયું છે. 25 વર્ષથી વટવા વિસ્તારમાં સફાઈનું કામ કરતા આ કર્મચારીને 24 તારીખે રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જતા તેમણે 29 તારીખે છેલ્લા શ્વાસ લઈ દુનિયાને અલવિદા કહી દીધું હતું. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

પ્રથમવાર એવો સમય છે કે પ્રજા કર્ફ્યુ માંગે છે અને સત્તા સહમત નથી થતી

કેન્દ્ર સરકારે ગુજરાતના આટલા શહેરોને રેડ ઝોન જાહેર કર્યા, જ્યાં નહીં ખુલે લોકડાઉન

સરકારની કે AMCની કોઈ કાર્યવાહી કોરોના ઉપર અસરકારક ન નીવડી, કેમ ? જાણો