ફેસ ઓફ નેશન, 03-05-2020 : અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે ઝોમેટોમાં કામ કરતા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઝોમેટોમાં ફૂડ ડિલિવરીનું કામ કરતા આ યુવકે ગોતા, બોડકદેવ સહિતના આસપાસના વિસ્તારોમાં ફૂડની ડિલિવરી કરી હોવાની પણ માહિતી મળી છે. જો કે ગાંધીનગરમાં પણ ઝોમેટોમાં કામ કરતા એક ફૂડ ડિલિવરી બોયનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
થોડા સમય અગાઉ દિલ્હીમાં પીઝા ડિલિવરી કરનાર વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યાર બાદ આજે અમદાવાદમાં ઝોમેટો ફૂડ ડિલિવરી કરનાર વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલ આ યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. સાથે જ તેને કેવી રીતે ચેપ લાગ્યો અને તેના સંપર્કમાં કોણ કોણ આવ્યું છે તે અંગે પણ તંત્રએ તપાસ હાથ ધરી હોવાની જાણકારી મળી છે. ઘેર બેઠા ઓનલાઇન ફૂડ મંગાવતા લોકો માટે આ એક ચેતવણી રૂપ કિસ્સો છે. હવે આ યુવક જેના જેના સંર્પકમાં આવ્યો હશે તે તમામને હોમ ક્વોરેન્ટાઇન થવું પડશે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
સરકારની કે AMCની કોઈ કાર્યવાહી કોરોના ઉપર અસરકારક ન નીવડી, કેમ ? જાણો
શ્રમિકોને વતન રવાના કરવામાં પણ રાજકારણ, ઉત્સવની માફક નેતાઓ લીલીઝંડી બતાવવા દોડ્યા !, Video
બનાસકાંઠા : અંબાજી ગબ્બર 51 શક્તિપીઠના ત્રણ મંદિરોમાં ચોરીનો પ્રયાસ, તસ્કરોએ તિજોરી તોડી
ગાંધીનગર : અત્યાર સુધી નોંધાયેલા તમામ 61 કોરોના પોઝિટિવ કેસોના નામ-સરનામા સહિતની માહિતી