ફેસ ઓફ નેશન, 03-05-2020 : અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા કોરોના સામેની લડાઈમાં રણનીતિમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેને લઈને કોઈ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો તેના સંપર્કમાં રહેલા લોકોના ટેસ્ટ કરવામાં આવતા નથી. સંપર્કમાં આવનારને જ્યાં સુધી લક્ષણો ન દેખાય ત્યાં સુધી તેનો ટેસ્ટ કરવામાં આવશે નહીં. તેઓને માત્ર 14 દિવસ હોમ કોરેન્ટાઇન કરવામાં આવશે. બીજી બાજુ સિનિયર સીટીઝન સહીત હાઈ રિસ્કમાં આવતા લોકોને લક્ષણો હોય તો તેમને શોધીને ટેસ્ટિંગ કરવામાં આવશે. જેને લઈને હાઈ રિસ્ક વાળા દર્દીઓને ઝડપથી સારવાર આપી તેમના જીવ બચાવી શકાય.
કોરોનાના લક્ષણો ન હોય તેવા લોકો ઘરમાં રહીને જ પોતાની રોગ પ્રતિકારક શક્તિથી જ કોરોનાને હરાવી દેશે તેમ માનીને ટેસ્ટિંગ બંધ કરાયું છે. આ રોગને જેટલું ફેલાવું હોય તેટલું ફેલાય, જ્યાં સુધી રસી ન શોધાય ત્યાં સુધી તેને નાથી શકાય તેમ નથી. તેવામાં આ રોગથી જે સૌથી વધુ અસરગ્રસ્ત બને છે તેવા વૃદ્ધો, ગંભીર બીમારોને સાચવી લેવામાં આવે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, હવે કોરોના મહામારી કોમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્ટેજ તરફ આગળ વધી ચુકી છે. હવે લક્ષણો ન હોય તેવા લોકોના ટેસ્ટ કરવાને બદલે હાઈરિસ્કમાં આવતા દર્દીઓને શોધીને તેમને ઝડપથી સારવાર આપી સાજા કરવાની રણનીતિ છે. જેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. લક્ષણો હોય તેવા દર્દીઓને સારવાર આપવી તેને પ્રાથમિકતા કરી દેવાઈ છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
શ્રમિકોને વતન રવાના કરવામાં પણ રાજકારણ, ઉત્સવની માફક નેતાઓ લીલીઝંડી બતાવવા દોડ્યા !, Video
મહેસાણામાં એક જ દિવસમાં 21 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા, જુઓ નામ સહીત સરનામાંની વિગતો
અમદાવાદ : ગોતા-બોડકદેવ સહિતના વિસ્તારોમાં ફૂડ ડિલિવરી કરતો ઝોમેટોના યુવકનો કોરોના પોઝિટિવ