ફેસ ઓફ નેશન, 03-05-2020 : અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. લક્ષણો ન હોય તેવા કેસો વધતા તંત્રને જાણે કે ગંભીરતા ન હોય તેમ લાગી રહ્યું છે. આજે વધુ એક મણિનગર વિસ્તારને રેડ ઝોનમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. આવા સમયે લોકો સામે ચાલીને કર્ફ્યુની ડિમાન્ડ કરી રહ્યા છે તેમ છતાં તંત્ર છૂટછાટ આપવામાં વ્યસ્ત હોય તેમ મિટિંગો કરીને આ અંગેની ચર્ચાઓ કરી રહ્યું છે.
અમદાવાદ કોરોનાના બૉમ્બ ઉપર બેઠું છે. તેમ કહેવામાં કોઈ બે મત નથી. છતાં સરકાર અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશન કડકાઈથી કાર્યવાહી કરી રહ્યું નથી. પ્રજામાં હવે જોરદાર માંગ ઉઠી છે કે કડક કર્ફ્યુ નાખી દેવામાં આવે. તેમ છતાં તંત્ર આ મામલે વિચારવાને બદલે છૂટછાટો કેટલી અને ક્યાં ક્યાં એવી તેની મીટીંગોમાં વ્યસ્ત છે. અમદાવાદ આજે દેશમાં બીજા નંબરનું સૌથી વધુ કેસો ધરાવતું શહેર બનું ગયું છે. કોરોનાએ અમદાવાદને બાનમાં લઈ લીધું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
IAS જે.એસ.પ્રજાપતિને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે પુનઃ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં નિમણૂંક આપવામાં આવી છે. આ પહેલા તેઓ પૂર્વ ઝોન અને ઈજનેર ખાતું સંભાળતા હતા. આ અગાઉ ગત સપ્તાહે પણ સિનિયર IAS અધિકારી પંકજ કુમારની નિમણૂંક કરવામાં આવી હતી. રાજ્ય સરકારના નિર્ણયને પગલે અટકળો શરૂ થઈ છે કે શું મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સ્થિતિને કાબૂમાં લેવામાં નિષ્ફળ જઈ રહ્યા છે ? (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
શ્રમિકોને વતન રવાના કરવામાં પણ રાજકારણ, ઉત્સવની માફક નેતાઓ લીલીઝંડી બતાવવા દોડ્યા !, Video
શ્રમિકોને વતન રવાના કરવામાં પણ રાજકારણ, ઉત્સવની માફક નેતાઓ લીલીઝંડી બતાવવા દોડ્યા !, Video
મહેસાણામાં એક જ દિવસમાં 21 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા, જુઓ નામ સહીત સરનામાંની વિગતો
અમદાવાદ : ગોતા-બોડકદેવ સહિતના વિસ્તારોમાં ફૂડ ડિલિવરી કરતો ઝોમેટોના યુવકનો કોરોના પોઝિટિવ