ફેસ ઓફ નેશન, 03-05-2020 : એક તરફ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ એમ કહી રહ્યા છે કે, ભયનો માહોલ ઉભો થાય તેમ કરવું નહીં અને એક તરફ ફાયર વિભાગે જમાલપુરમાં ગાડીઓના કાફલા સાથે બાઈકો સહીત સાયરનો વગાડતા વગાડતા જમાલપુર વિસ્તારમાં સૅનેટાઇઝ કરવાની કામગીરી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે રાત ઢળતાની સાથે ફાયર વિભાગનો મોટો કાફલો નીકળતા લોકોમાં તરેહ તરેહની ચર્ચા ઉઠી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ફાયર વિભાગ દ્વારા રેગ્યુલર જે સૅનેટાઇઝમાં બ્લીચ નાખવામાં આવે છે. તેના કરતા વધુ પ્રમાણમાં આજે બ્લીચ લીકવીડ નાખવામાં આવ્યું હતું. જેને લઈને સાયરનો સાથે લોકોને જાહેરાત કરી હતી કે, કોઈ પણ વ્યક્તિ બારી દરવાજા ખોલે નહીં અને ઘર બહાર નીકળે નહીં. જો કે ફાયર વિભાગની આ કામગીરીથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
https://youtu.be/yUgrFh1njJA
કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને લક્ષણો ન હોય તો ટેસ્ટ થતા નથી
અમદાવાદ : રેડ ઝોન વધી રહ્યા છે, લોકો કર્ફ્યુ માંગે છે અને તંત્ર છૂટછાટ આપવા મિટિંગો કરે છે
કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને લક્ષણો ન હોય તો ટેસ્ટ થતા નથી