Home Uncategorized આજથી ક્યાં શું ખુલી શકશે અને ક્યાં લોકડાઉનનો કડક અમલ થશે ?...

આજથી ક્યાં શું ખુલી શકશે અને ક્યાં લોકડાઉનનો કડક અમલ થશે ? : સાંભળો શું કહ્યું CMના સચિવે

ફેસ ઓફ નેશન, 04-05-2020 : મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને ઉચ્ચકક્ષાની બેઠકમાં લૉકડાઉન લંબાવવા અને તેના ચૂસ્ત અમલ કરવા અંગે કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગેની વિગતો આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં કોરોનાના કેસોનું પ્રમાણ વધુ હોવાને કારણે હજુ લોકડાઉનનું કડક પાલન કરવાની જરૂરિયાત છે. જેના ભાગરૂપે રાજ્યના રેડ ઝોનમાં આવતા અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને ભાવનગર એમ કુલ પાંચ મહાનગરોમાં બે અઠવાડિયા સુધી કોઈ પણ પ્રકારની છૂટછાટ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રેડ ઝોનમાં આવેલા બોટાદ, બોપલ, ખંભાત, બારેજા, ગોધરા, ઉમરેઠ એમ છ નગરપાલિકાને પણ કોઈ પણ પ્રકારની છૂટછાટ ન આપવાનો નિર્ણય લેવાયો છે. કોઈ પણ ઓફિસ કે દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની જ દુકાનો ખુલ્લી રહી શકશે. મહાનગર પાલિકામાં જૂનાગઢ અને જામનગરને બાદ કરતા બાકીના 156 નગરપાલિકા વિસ્તારમાં ઉદ્યોગની કામગીરી ચાલુ કરી શકાશે. પરંતુ તેમાં કર્મચારીઓને આવવા જવાનો સમય નક્કી કરવાનો રહેશે. કર્મચારીઓના ટેમ્પરેચર પણ લેવાના રહેશે. પાન-મસાલાની દુકાનો કોઈ પણ ઝોનમાં ખોલવામાં આવશે નહીં. હજુ બે અઠવાડિયા સુધી આ દુકાનો બંધ રાખવામાં આવશે. સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી કોઈને પણ ઘરમાંથી બહાર અવર જવર કરવા દેવામાં આવશે નહીં.
ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં ચા, વાળંદ, બ્યુટી પાર્લર, જેવી દુકાનો ચાલુ કરી શકાશે સાથે જ ટેક્સી પણ ચાલુ કરી શકાશે. ગ્રીન ઝોનમાં એસટીની બસો પણ એક બસમાં ત્રીસ મુસાફરો સાથે ચાલુ કરવામાં આવશે. જે એસટીનો ડ્રાઈવર કે કંડકટર આ નિયમનું પાલન નહીં કરે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નવા પાસ મેળવવા માટે કોઈએ નવેસરથી અરજી કરવાની રહેશે નહીં. જે કાર્ય ચાલુ રાખવા કલેકટર કચેરી દ્વારા પાસ આપવામાં આવ્યો હોય તેને રીન્યુ કરી દેવામાં આવશે. તેના માટે કોઈએ કલેકટર કચેરીએ જવું પડશે નહીં. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

https://youtu.be/C7F6LNGd1Js

અમદાવાદ : આજે રવિવારે નોંધાયેલા 274 કોરોના પોઝિટિવ કેસોના સરનામા સહિતની માહિતી

અમદાવાદ : રેડ ઝોન વધી રહ્યા છે, લોકો કર્ફ્યુ માંગે છે અને તંત્ર છૂટછાટ આપવા મિટિંગો કરે છે

કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને લક્ષણો ન હોય તો ટેસ્ટ થતા નથી

કોરોનાના ટેસ્ટ મામલે નર્યું ધુપ્પલ જ ચાલી રહ્યું છે ? : હવે તંત્રની પોલ પ્રજા ઉઘાડી પાડી રહી છે, સાંભળો આ ઓડિયો