Home News શ્રમિકોને વતન મોકલવા માટે ટ્રેનની ટિકિટનો તમામ ખર્ચ કોંગ્રેસ ઉઠાવશે, ભાજપ વિમાસણમાં...

શ્રમિકોને વતન મોકલવા માટે ટ્રેનની ટિકિટનો તમામ ખર્ચ કોંગ્રેસ ઉઠાવશે, ભાજપ વિમાસણમાં મુકાયું

ફેસ ઓફ નેશન, 04-05-2020 : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે જાહેરાત કરી છે કે, શ્રમિકોને વતન મોકલવા માટે સરકાર દ્વારા જે ટિકિટનો ચાર્જ લેવામાં આવે છે તે ચાર્જ હવે કોંગ્રેસ ઉઠાવશે. કોંગ્રેસના આ નિર્ણયથી આબરૂ જવાના ડરે ભાજપ વિમાસણમાં મુકાઈ ગયું છે. લોકડાઉન જાહેર કર્યા બાદ જુદા જુદા રાજ્યોમાં ફસાઈ ગયેલા પરપ્રાંતીયોને તેમના વતન પરત મોકલવાનો સરકારે નિર્ણય લીધો છે. લોકડાઉનમાં બીજા બે અઠવાડિયાની મુદતમાં વધારો કરવામાં આવતા અનેક પરપ્રાંતીયોને તેમના વતન મોકલવા અંગે સવાલો ઉભા થયા હતા. બીજી બાજુ મુંબઈ અને સુરતની જેમ તમામ રાજ્યોમાં શહેરોમાં પરપ્રાંતીયો તોફાને ન ચઢે તે હેતુથી આ વાતને ગંભીરતાથી લઇ કેન્દ્ર સરકારે તમામ શ્રમિકોને અને પરપ્રાંતીયોને તેમના વતન મોકલી આપવાની વ્યવસ્થા કરી હતી.
આ વ્યવસ્થાના ભાગરૂપે ટ્રેન સેવા પણ ચાલુ કરવામાં આવી હતી. આ ટ્રેન મુસાફરી માટે જે ટિકિટ ખર્ચ શ્રમિકો દ્વારા ચુકવવામાં આવતો હતો તે હવે કોંગ્રેસ સરકાર ઉઠાવશે તેવી જાહેરાત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કરી છે. સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે, શ્રમિકોએ દેશની પ્રગતિનો પાયો છે. તેમની મહેનત રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

અમદાવાદ : જમાલપુરમાં ફાયર બ્રિગેડનો મોટો કાફલો સાયરનો વગાડતા નીકળ્યો, લોકોમાં ભયનો માહોલ, Video

કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને લક્ષણો ન હોય તો ટેસ્ટ થતા નથી

અમદાવાદ : રેડ ઝોન વધી રહ્યા છે, લોકો કર્ફ્યુ માંગે છે અને તંત્ર છૂટછાટ આપવા મિટિંગો કરે છે