ફેસ ઓફ નેશન, 04-05-2020 : અમદાવાદના કોટ વિસ્તારમાં ખુલ્લેઆમ પાન-મસાલા, બીડી, તમાકુનો વેપાર થઇ રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો કોઈ સ્થાનિકે જ સ્ટિંગ ઓપરેશન થકી ઉઘાડો પાડ્યો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, કેટલાક લોકો પાન-મસાલા, બીડી અને તમાકુનો જથ્થો લઈ છુટા છુટા અંતરે બેઠા છે અને તેમની પાસેથી લોકો ગુટખા સહિતનો માલસામાન લેવા આવી રહ્યા છે. એક એએમસીનો કર્મચારી પણ આ વીડિયોમાં પાન-મસાલા, ગુટખાનો સમાન એક થેલામાં ભરતો કેદ થઇ ગયો છે. આ વિડીયો સોદાગરની પોળનો હોવાનું મનાઈ રહ્યું છે. જો કે પોલીસ આ મામલે તપાસ કરે તો સત્ય સામે આવે તેમ છે.
પ્રજા હવે તેમની આસપાસ થતા ગોરખધંધાઓ ઉઘાડા પાડવા જાગૃત બની ગઈ છે. મોબાઈલ થકી વિડીયો ઉતારીને આસપાસમાં ચાલી રહેલા ગેરકાયદે કામો સોશિયલ મીડિયા થકી ઉઘાડા પાડી દે છે. આવો જ એક વિડીયો સ્ટિગ ઓપરેશન થકી હાલ લોકડાઉન સમયે બહાર પાડવામાં આવ્યો છે. કોરોનાની મહામારી સમયે વધતા જતા પોઝિટિવ કેસોને લઈને પાન-મસાલા અને બીડી સહીત ગુટકાના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, તેવામાં વાયરલ થયેલા આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બ્લેકમાં ઊંચા ભાવે ગુટકા, પાન-મસાલા અને તમાકુનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
https://youtu.be/DL8B12e9wR0
અમદાવાદ : આજે રવિવારે નોંધાયેલા 274 કોરોના પોઝિટિવ કેસોના સરનામા સહિતની માહિતી
અમદાવાદ : જમાલપુરમાં ફાયર બ્રિગેડનો મોટો કાફલો સાયરનો વગાડતા નીકળ્યો, લોકોમાં ભયનો માહોલ, Video
કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને લક્ષણો ન હોય તો ટેસ્ટ થતા નથી
અમદાવાદ : રેડ ઝોન વધી રહ્યા છે, લોકો કર્ફ્યુ માંગે છે અને તંત્ર છૂટછાટ આપવા મિટિંગો કરે છે