Home News આજે સોમવારે સાંજે 4.30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી NAMની બેઠક સંબોધિત કરશે

આજે સોમવારે સાંજે 4.30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી NAMની બેઠક સંબોધિત કરશે

ફેસ ઓફ નેશન, 04-05-2020 : આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે. વિડીયો કોન્ફ્રન્સ દ્વારા મોદી 4.30 કલાકે સંબોધન કરશે. નરેન્દ્ર મોદી NAM સમિટ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન સંબોધિત કરશે. આજથી લોકડાઉનમાં વધુ બે અઠવાડિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત ભાજપના નેતા આર.સી.ફળદુએ ટ્વીટ થકી માહિતી આપી હતી. બાદમાં તેમણે આ ટ્વીટ ડીલીટ કરી નાખી હતી. તો બીજી બાજુ દૂરદર્શને ટ્વીટ કરીને જાહેર કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી NAM મીટ થકી અન્ય દેશોને સંબોધિત કરશે. નરેન્દ્ર મોદી NAMની વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લેશે. NAMમાં યુનાઇટેડ નેશન બહારના દેશો જેમાં એશિયા, આફ્રિકા, અને લેટિન અમેરિકાના 120 દેશોનું સંગઠન છે. આ સમિટમાં મોદી કોરોના વાઇરસ સામે ભારતે લીધેલા પગલાં, ભારતની વ્યૂહ રચનાની પોતાના સંબોધનમાં જાણકારી આપશે. જો કે આ મામલે અહેવાલો પ્રકાશિત થતા જ ઉભી થયેલી ગેરસમજ દૂર કરવા ફળદુએ ટ્વીટ ડીલીટ કરી નાખ્યું હતું. હકીકતમાં મોદી NAM સમિટને સંબોધન કરવાના છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

અમદાવાદમાં આજથી લોકડાઉન ખુલી ગયું હોય તેવો માહોલ, કોટ વિસ્તારમાં લાઈનો લાગી, જુઓ Video

અમદાવાદ : આજે રવિવારે નોંધાયેલા 274 કોરોના પોઝિટિવ કેસોના સરનામા સહિતની માહિતી

અમદાવાદમાં આજથી લોકડાઉન ખુલી ગયું હોય તેવો માહોલ, કોટ વિસ્તારમાં લાઈનો લાગી, જુઓ Video

કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને લક્ષણો ન હોય તો ટેસ્ટ થતા નથી

અમદાવાદ : રેડ ઝોન વધી રહ્યા છે, લોકો કર્ફ્યુ માંગે છે અને તંત્ર છૂટછાટ આપવા મિટિંગો કરે છે